કેટલા પૈસા, કેવી ટ્રોફી? દાદા સાહેબ ફાળફે અવોર્ડ જીતનારને મળે છે આટલી વસ્તુઓ

દાદા સાહેબ ફાળકે એવોર્ડનું નામ તમારામાંથી ઘણાએ સાંભળ્યું હશે, પરંતુ કદાચ બહુ ઓછા લોકો આ એવોર્ડના ઈતિહાસ વિશે જાણતા હશે.

આ પુરસ્કાર ભારતીય ફિલ્મ અગ્રણી દાદાસાહેબ ફાળકેના નામ પર રાખવામાં આવ્યો છે. 

"ભારતીય સિનેમાના પિતા" તરીકે ઓળખાતા, ફાળકેએ ભારતની પ્રથમ ફૂલ લેંથની ફિચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર (1913) બનાવી.

MORE  NEWS...

Super Hot! જ્હાન્વી કપૂરે વટાવી બોલ્ડનેસની તમામ હદો

વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ, રૂ. 6 લાખમાં બની

2 બહેનો છે સુપરસ્ટાર, પહેલી હિટ આપીને પણ ના ચાલ્યું નાની બહેનનું કરિયર

દાદાસાહેબ ફાળકેના ભારતીય સિનેમામાં યોગદાનના સન્માનમાં ભારત સરકાર દ્વારા દાદાસાહેબ ફાળકે અવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી.

સિનેમા ક્ષેત્રે આ સર્વોચ્ચ અવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેમણે ભારતીય સિનેમાના વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હોય.

પ્રારંભિક વર્ષ 1969 માટે પ્રથમ પુરસ્કાર મેળવનાર દેવિકા રાની હતા. તેમને આ એવોર્ડ 17માં નેશનલ ફિલ્મ અવોર્ડ દરમિયાન આપવામાં આવ્યો હતો.

પૃથ્વી રાજ કપૂર અને વિનોદ ખન્ના આ બે જ માત્ર એવા એક્ટર છે જેમને મરણોપરાંત દાદા સાહેબ ફાળકે અવોર્ડ મળ્યો છે.

આ એવોર્ડમાં સ્વર્ણ કમળ પદક, એક શાલ અને 10 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.

આ સાથે 'દાદા સાહેબ ફાળકે એકેડમી' દ્વારા દર વર્ષે દાદાસાહેબ ફાળકેના નામે કુલ ત્રણ પુરસ્કારો આપવામાં આવે છે.

જેમાં ફાળકે રત્ન એવોર્ડ, ફાળકે કલ્પતરુ એવોર્ડ અને દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડનો સમાવેશ થાય છે.

MORE  NEWS...

જ્યારે ડિરેક્ટરે ગુપ્ત રીતે શૂટ કર્યો સીન, ફિલ્મ હિટ, પરંતુ અભિનેત્રી ભડકી

OMG! આટલો ભણેલો છો પરિણીતી ચોપરાના મનનો માણિગર રાઘવ