રાહુલ ગાંધીની યાત્રાનો ખર્ચ
રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી
કોંગ્રેસે જણાવ્યું કે તેમની આ યાત્રા પાછળ કેટલો ખર્ચ કરવો પડ્યો.
કોંગ્રેસ મુજબ આ યાત્રા પર 71.8 કરોડ રૂપિયા ખર્ચ થયા છે.
આ યાત્રા પાછલા વર્ષે 30મી જાન્યુઆરીએ શ્રીનગરમાં સમાપ્ત થઈ હતી.
145 દિવસની યાત્રામાં દરરોજ લગભગ 49 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થયો.
ચૂંટણીપંચમાં દાખલ કરાયેલા પાર્ટીના નવા વર્ષના ઓડિટ રિપોર્ટમાં ખર્ચનો ઉલ્લેખ કરાયો છે.
પાર્ટીએ 2022-23માં ચૂંટણી પહેલા સર્વે પર 40,10,15,572 રૂપિયા ખર્ચ કરાયો હતો.
2022-23માં પાર્ટીનો ચૂંટણી ખર્ચ 192.5 કરોડ રૂપિયા કરતા વધુ હતો.
પાછલા નાણાકીય વર્ષમાં કોંગ્રેસે 279.5 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો.