વરસાદ બાદ ડાંગનું સૌદર્ય એવું ખીલી ઉઠ્યું છે કે અહીં આવેલા પ્રવાસીઓને સાક્ષાત સ્વર્ગ દેખાયું હોય તેવી અનુભૂતિ થઈ રહી છે.
ડાંગના સાપુતારાનો કુદરતી નજોરો જોઈને ફરવા આવેલા પ્રવાસીઓને અહીં જ વસી જવાની ઈચ્છા થઈ રહી છે.
પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે ત્યારે પ્રવાસીઓ આ સુંદરતાને પોતાના ફોનમાં યાદ રૂપે કંડારી રહ્યા છે.
વરસાદી વાતાવરણના કારણે પહાડો પર ધૂમ્મસની ચાદર પથરાઈ ગઈ હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે.
પ્રકૃતિની સુંદરતાની સાથે પ્રવાસીઓ એડ્વેન્ચર એક્ટિવિટી પણ માણતા જોવા મળી રહ્યા છે.
બાળકો અને મોટેરા સૌ કોઈને ડાંગની પ્રકૃતિથી પ્રેમ થઈ રહ્યો છે.
પરિવારના સભ્યો તથા કપલ્સ અહીં પહોંચીને કુદરતના ખોળે ઝૂમતા જોવા મળી રહ્યા છે.
સાપુતારા પહોંચેલા પ્રવાસીઓ પર્વત પરથી જે નજારો જોવા મળ્યો તેનાથી ગદગદિત થઈ રહ્યા છે.
ડાંગનો આ નજારો જોઈને તમને પણ અહીં જવાની ઈચ્છા ચોક્કસ થશે.. રાહ શું જુઓ છો બનાવી દો પ્લાન..