આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરાવવા માટેની ડેડલાઈન આગળ વધી

સામાન્ય લોકો માટે આધાર કાર્ડ અપડેટને લઈને મોટી ખબર સામે આવી રહી છે. 

UIDAIએ myAadhar પોર્ટલના માધ્યમથી આધાર કાર્ડની જાણકારી અપડેટ કરાવવા માટે સમય મર્યાદા ફરીથી વધારી દીધી છે.

હવે સામાન્ય લોકો 14 માર્ચ, 2024 સુધી મફતમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકે છે. આધાર કાર્ડમાં અપડેશન માટે આગામી ત્રણ મહિના સુધી કોઈ ચાર્જ નહીં ચૂકવવો પડે.

MORE  NEWS...

દરેક શેર પર 500 રૂપિયાનો ફાયદો નક્કી, ભૂલથી પણ આ IPO પર દાવ લગાવવાનું ચૂકતા નહીં

1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે ફાઈનાન્સ કંપની, સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બનશે; ચેક કરો રેકોર્ડ ડેટ

રેલવેમાં GNWL, RLWL અને PQWLનો શું અર્થ? બુકિંગ કરાવો તો કઈ ટિકિટ પહેલા કન્ફર્મ થશે?

UIDAIના 11 ડિસેમ્બર, 2023ના રોજ જાહેર એક ઓફિસ મેમોરેન્ડમના અનુસાર, સામાન્ય લોકોના પોઝિટિવ રિસ્પોન્સને જોતા ફ્રી અપડેશનની સેવાને ત્રણ મહિના માટે વધારવામાં આવી છે.

હવે લોકો 3 મહિના વધુ એટલે કે 15 ડિસેમ્બર 2023થી 14 માર્ચ 2024 સુધી આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવી શકે છે. અપડેશનની આ પ્રક્રિયા myAadhar પોર્ટલના માધ્યમથી ફ્રીમાં કરી શકાશે.

આજના સમયમાં દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે. દેશના નાગરિકો માટે તે મહત્વનો દસ્તાવેજ છે. 

સિમ કાર્ડ ખરીદવાથી લઈને ઘર ખરીદવા, પાન કાર્ડ બનાવવા, બેંક ખાતું ખોલાવવા, પાસપોર્ટ બનાવવા માટે આધઆર કાર્ડની જરૂર પડે છે. 

જો સમય-સમય પર આધાર કાર્ડને અપડેટ ન કરવામાં આવે, તો ઘણા મહત્વના કામ અટકી શકે છે.

MORE  NEWS...

નપુંસકતા દૂર કરતા આ પાકની ખેતી તમને બનાવશે માલામાલ, 3 વીઘા જમીનમાં 6 મહિનામાં લખપતિ બની જશો

RBIએ કેન્સલ કર્યું આ બેંકનું લાયસન્સ, એકાઉન્ટમાંથી જમા રકમ નહીં ઉપાડી શકે ખાતાધારકો

EV અને CNG છોડીને આ કાર ખરીદવા ગાંડાતૂર બન્યા છે લોકો, માઈલેજ જાણીને તમારું પણ મન બદલાઈ જશે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.