મળી ગયું દીપિકાની ખૂબસૂરતીનું સીક્રેટ! લગાવે છે આ સિંપલ ફેસપેક

બોલિવૂડની ડિવા, દીપિકા પાદુકોણે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેની ગ્લોઇંગ સ્કિનનું સીક્રેટ જણાવ્યું છે. 

તે બેસન (ચણાનો લોટ), હલ્દી (હળદર) અને મલાઈ (દૂધની મલાઇ)થી બનેલા DIY ફેસ માસ્કનો ઉપયોગ કરે છે.

સ્કિન સ્પેશિયાલ્સટના મતે આ ત્રણેય વસ્તુઓ ક્સિન માટે ખૂબ જ સારી છે.

MORE  NEWS...

ફ્રીમાં 10 બીમારીઓથી છુટકારો અપાવશે આ લીલો છોડ, સુગર અને બીપીમાં છે રામબાણ

પરફેક્ટ ફિગર માટે સવારે ખાલી પેટ આ મસાલાનું કરો સેવન, ધડાધડ ઘટશે વજન

બેસન સ્કિનના ડેડ સેલ્સને દૂર કરવામાં મદદ કરે છે અને છિદ્રોને બંધ કરે છે, તેનાથી સ્કિન ફ્રેશ દેખાય છે. 

હળદર ખીલ, ડાર્ક સ્પોટ્સ ઘટાડે છે અને સ્કિન ટોન ગોરો બનાવે છે.

મલાઈ તમારી સ્કિનને ખૂબ જ જરૂરી હાઇડ્રેશન અને પોષણ આપે છે

ફેસપેકના બધા ઇન્ગ્રીડિએન્ટ્સ નેચરલ હોવા છતાં, તેને આખા ફેસ પર લગાવતાં પહેલાં પેચ ટેસ્ટ કરવો જરૂરી છે.

મિશ્રણની થોડી માત્રા લો અને તેને તમારી સ્કિનના વિસ્તાર પર લગાવો, જેથી જાણી શકાય કે તેનાથી કોઇ રિએક્શન આવે છે કે નહીં.

ફેસ માસ્ક લગાવતા પહેલા હંમેશા ક્લીંઝર લગાવો અને પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ લો.

હવે માસ્કનું ખૂબ જ પાતળું લેયર લગાવો અને તેને 15 મિનિટ સુધી રાખીને પછી સાદા પાણીથી ધોઇ લો. 

પછી મોઈશ્ચરાઈઝર લગાવો. તમારી સ્કિનની ડ્રાયનેસના આધારે અઠવાડિયામાં એક કે બે વાર માસ્ક લગાવો.

MORE  NEWS...

ઠંડીમાં ચા સાથે માણો મલ્ટીગ્રેન મેથી થેપલાની મોજ, ક્યારેય નહીં ચાખ્યો હોય આવો સ્વાદ

ફાટેલા હોઠ ગુલાબની પાંખડી જેવા મુલાયમ થઇ જશે, લગાવો રસોડાની આ વસ્તુ