પાટા પર દોડી દેશની પ્રથમ રેપિડ ટ્રેન, જુઓ ‘નમો ભારત'નો પહેલો વીડિયો

PM નરેન્દ્ર મોદીએ 20 ઓક્ટોબરે દેશની પ્રથમ રેપિડ રેલને લીલી ઝંડી બતાવી 

વડાપ્રધાન મોદીએ ગાઝિયાબાદના વસુંધરા સેક્ટર 8માં બનેલા સ્ટેશન પરથી 'નમો ભારત'ને લીલી ઝંડી બતાવી. પીએમ મોદીએ આ ટ્રેનમાં ડિનર કર્યું અને ટ્રેનમાં હાજર કર્મચારીઓ સાથે વાત કરી.

રેપિડ રેલ 180 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે, જોકે, આ ટ્રેન 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે.

રેપિડ રેલ 12 મિનિટમાં 17 કિલોમીટરનું અંતર કાપશે.

NCRTC NCRમાં આ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનું નેટવર્ક તૈયાર કરી રહ્યું છે, જે દિલ્હી મેટ્રોની અલગ-અલગ લાઈનો સાથે જોડાયેલ હશે. તે અલવર, પાણીપત અને મેરઠ જેવા શહેરોને પણ દિલ્હીથી જોડશે.