દેવઉઠી અગિયારસના દિવસે ભૂલથી પણ ન કરતા આ કામ...

દેવઉઠી એકાદશીના દિવસે 23મી નવેમ્બરે ચાતુર્માસ સમાપ્ત થઈ રહ્યો છે.

માનવામાં આવે છે કે શ્રી હરિ એટલે કે ભગવાન વિષ્ણુ ચાતુર્માસની શરૂઆતમાં સૂઈ જાય છે અને ચાર મહિના પછી ઊંઘમાંથી જાગી જાય છે.

ચાતુર્માસમાં કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ છે, ત્યારે દેવઉઠી એકાદશીના દિવસથી શુભ કાર્યોની શરૂઆત થાય છે.

MORE  NEWS...

વર્ષના અંતમાં ધનનો કારક શુક્ર કરશે ગોચર, આ રાશિઓની ધન-સંપત્તિમાં થશે વધારો

માયાવી ગ્રહ રાહુએ કર્યો મીન રાશિમાં પ્રવેશ, 2024માં આ રાશિઓને થશે ફાયદો જ ફાયદો

ક્યારથી શરુ થઇ રહ્યા છે કમુરતા? બધા શુભ કામ પર લાગી જશે પ્રતિબંધ, જાણો તારીખ અને મહત્વ

આ દિવસથી લગ્ન જેવા શુભ કાર્યોની શરૂઆત થાય છે. એકાદશીના બીજા દિવસે તુલસી અને ભગવાન શાલિગ્રામના વિવાહ થાય છે.

કોઈના જીવનમાં પરેશાનીઓ છે તેઓ ભગવાન વિષ્ણુને તુલસી સાથે વિવાહ કરાવે તો તેમના જીવનમાંથી કડવાશ દૂર થઈ જાય છે.

દેવ ઉથની એકાદશીના દિવસે ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ કારણ કે તેનાથી ભગવાન વિષ્ણુ નારાજ થાય છે.

માનવામાં આવે છે કે દેવઉઠી એકાદશીના દિવસે તામસિક ભોજન અને ચોખા ખાવાનું ટાળવું જોઈએ.

દેવઉઠી એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને શ્રી હરિની પૂજા કરવામાં આવે છે અને બીજા દિવસે શાલિગ્રામના તુલસી સાથે વિવાહ કરવામાં આવે છે.

માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અને તુલસી વિવાહથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે જેના કારણે વ્યક્તિના જીવનમાં ધન, સમૃદ્ધિ, સુખ વગેરે વધે છે.

લક્ષ્મી નારાયણ વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ કરે છે. એવું કહેવાય છે કે તુલસી સાથે વિવાહ કરવાથી વ્યક્તિને 1000 અશ્વમેઘ યજ્ઞ કરવાનું પુણ્ય મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

MORE  NEWS...

વર્ષના અંતમાં ધનનો કારક શુક્ર કરશે ગોચર, આ રાશિઓની ધન-સંપત્તિમાં થશે વધારો

માયાવી ગ્રહ રાહુએ કર્યો મીન રાશિમાં પ્રવેશ, 2024માં આ રાશિઓને થશે ફાયદો જ ફાયદો

ક્યારથી શરુ થઇ રહ્યા છે કમુરતા? બધા શુભ કામ પર લાગી જશે પ્રતિબંધ, જાણો તારીખ અને મહત્વ