સવારની ચા ઘટાડી શકે છે તમારું બ્લડ સુગર લેવલ! જાણો કેવી રીત

ડાયાબિટીસની સમસ્યા

આજકાલ ઘણા લોકો ડાયાબિટીસની સમસ્યાથી પરેશાન છે. એકવાર ડાયાબિટીસ થઈ જાય પછી તેને સંપૂર્ણ રીતે મટાડવો ખૂબ મુશ્કેલ છે.

ડાયાબિટિસ થવાથી થતાં નુકસાન

ડાયાબિટીસના કિસ્સામાં, બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાઈ બ્લડ સુગર લેવલ જીવલેણ બની શકે છે. જો ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ન આવે તો તે શરીરના ઘણા ભાગોને અસર કરી શકે છે.

ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે

તમે તમારી ખાનપાન, કસરત અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરીને ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો. આ સિવાય કેટલીક ઔષધિઓ છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

કયા છે આ મસાલા

આરોગ્ય નિષ્ણાતોએ ડાયાબિટીસના દર્દીઓ માટે આ મસાલાના ઘણા ફાયદાઓ જણાવ્યા છે. ચાલો જાણીએ કે આ મસાલા કયા છે અને તેનું સેવન કેવી રીતે કરવું.

તજ અને કાળા મરી

જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આયુર્વેદ ચોક્કસપણે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરશે. જો તમને ડાયાબિટીસ હોય તો તજ અને કાળા મરીનું સેવન કરો.

MORE  NEWS...

કબજિયાતથી કંટાળ્યા છો? રાતે આ વસ્તુ ખાઇ લો, સવારે એક ઝાટકે પેટ સાફ થઇ જશે

શરદી-ઉધરસ પીછો નથી છોડતાં? શેકેલા આદુનું આ રીતે કરો સેવન, તરત મળશે રાહત

ઘરમાં એકપણ વંદા-ગરોળી કે મચ્છર નહીં દેખાય, આ નકામી વસ્તુથી બનાવો સ્પ્રે

તજ

તેમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ વગેરે જેવા ઘણા પોષક તત્વો હોય છે. આ બધા પોષક તત્વોના કારણે તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકે છે.

તજનો ઉપયોગ કરવાની રીત

1 ચમચી તજમાં અડધી ચમચી હળદર અને અડધી ચમચી મેથી પાવડર મિક્સ કરીને ખાલી પેટ તેનું સેવન કરો. તજના નાના ટુકડા સાથે હર્બલ ટી પીવી ફાયદાકારક રહેશે.

કાળા મરી

બ્લડ સુગર લેવલને ઘટાડવાની અને સુગરને ઝડપથી વધતા અટકાવવાની શરીરની ક્ષમતામાં સુધારો કરે છે. તેમાં એક મહત્વપૂર્ણ તત્વ ‘પાઇપરિન’ હોય છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.

કાળા મરીનું આ રીતે કરો સેવન

1 કાળા મરીનો ભૂકો લો. તેને 1 ચમચી હળદર પાવડર સાથે ખાલી પેટ પર અથવા ડિનરના 1 કલાક પહેલા લો. લાભ થશે

તજ અને કાળા મરીની ચા

જો તમે ઈચ્છો તો તજ અને કાળા મરીની ચાનું સેવન કરી શકો છો. આ માટે એક લીટર પાણીમાં ત્રણ ચમચી તજ, કાળા મરી અને મધ નાખીને 20 મિનિટ ઉકાળો અને પછી તેનું સેવન કરો.

ડિસ્ક્લેમર

અહીં આપેલા સૂચનો દરેક માટે અલગ-અલગ હોઈ શકે છે, તેથી હેલ્થ એક્સપર્ટની સલાહ લીધા પછી જ તેનો અમલ કરો.

MORE  NEWS...

મોંઘા ફર્નિચરને ઉધઈ ખરાબ કરે તે પહેલા આ વસ્તુ છાંટી દો, તરત સફાયો થઇ જશે

પથરી હોય તો ભૂલથી પણ ન ખાતા આ વસ્તુઓ, નહીંતર સીધા હોસ્પિટલ દોડવું પડશે

રસ્તા પર ઉગતા આ ઝાડના પાનને પાણીમાં ઉકાળીને પીવો, કિડનની ગંદકી થઇ જશે સાફ