ભારતના આ રાજ્યમાંથી મળી આવ્યો ડાયનાસોર યુગનો દુર્લભ અશ્મિ, વૈજ્ઞાનિકો લાગ્યા તપાસમાં

લાખો વર્ષો પહેલા ડાયનાસોરની પ્રજાતિ પૃથ્વી પર રહેતી હતી.

પરંતુ, તેમની પ્રજાતિઓ  ઉલ્કાના કારણે લુપ્ત થઈ ગઈ.

વિશ્વમાં ફરી એકવાર ડાયનાસોરની ચર્ચા થઈ રહી છે.

કારણ કે, ભારતમાં રાજસ્થાનમાં ડાયનાસોરના ઈંડાના અવશેષો મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ અશ્મિ જેસલમેરની જેઠવાઈ-ગજરૂપ સાગર પહાડીઓમાંથી મળી આવ્યા હતા.

વૈજ્ઞાનિકોના મતે આ અશ્મિ લગભગ 180 મિલિયન વર્ષ જૂના હોઈ શકે છે.

જ્યાં લાંબા ગળાના ડાયનાસોરના અવશેષો મળ્યા હતા, એ જીવાશ્મ પણ એ જ વિસ્તારમાં મળી આવ્યું હતું

ઈંડાના અશ્મિનું વજન 100 ગ્રામ છે અને તેની લંબાઈ લગભગ 1 થી 1.5 ઈંચ છે.

વૈજ્ઞાનિકોના મતે આ ઈંડું સંભવિત રીતે મેસોઝોઈક યુગનું હોઈ શકે છે.