ગુજરાતના આ મ્યુઝિયમમાં 1 લાખથી વધુ વસ્તુઓનો સંગ્રહ, ઈજીપ્તની મમી આકર્ષણનું કેન્દ્ર

આ મ્યુઝિયમનું નામ  બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી છે, જે કમાટીબાગ વિસ્તારમાં કાલાઘોડા પાસે, સયાજીગંજ ખાતે આવેલું છે.

સર સયાજીરાવ ગાયકવાડ (III) એ વડોદરાની જનતાને આ સંગ્રહાલય ભેટમાં આપ્યું હતું.

આ  મ્યુઝિયમ 129 વર્ષ જૂનું છે.

બરોડા મ્યુઝિયમમાં ઇજિપ્તની બાળકીનું મમી , 72 ફૂટનું બ્લૂ વ્હેલનું હાડપિંજર, પ્રાણી પક્ષી અને દરિયાઈ જીવોના અવશેષો સચવાયેલા છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

તેમજ વિવિધ દેશોની વિશિષ્ટ કલાકૃતિઓ અને હસ્તકળાના નમૂના મળી 1 લાખ જેટલી વસ્તુઓને સંગ્રહિત કરવામાં આવ્યું છે.

બરોડા મ્યુઝિયમ આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું છે.

અહીં સંગ્રહિત વસ્તુઓની માહિતી ઓડિયો વિઝ્યુઅલ્સ સાથે  QR કોડના માધ્યમ થકી મ્યુઝિયમ નિહાળવા આવતા મુલાકાતીઓને આપવામાં આવે છે.

આ મ્યુઝિયમમાં સપ્તાહમાં ત્રણ દિવસ એટલે કે,  શુક્ર, શનિ અને રવિવારે સાંજે લેઝર શોનું આયોજન કરવામાં આવે છે.

આ લેઝર શોમાં દીર્ઘદ્રષ્ટા રાજવી સર સયાજીરાવ ગાયકવાડની ઉપલબ્ધીઓ અને વડોદરાના ઇતિહાસની જાણકારી આપવામાં આવે છે.

આ મ્યુઝિયમ સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચાલુ રહે છે, જેની એન્ટ્રી ફીસ 100 રૂપિયા છે. આ મ્યુઝિયમ દર ગુરુવારે બંધ રહે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...