દિવાળીના ખાસ અવસર દરમિયાન, દરેક છોકરી અને મહિલાઓ કંઈકને કંઈક અનોખું પહેરવા અથવા પોતાને એવો લુક આપવા માંગે છે કે દરેક તેના વખાણ કરે.
આજે અમે તમારા માટે ટ્રેડિશનલ ડ્રેસના કેટલાક આઈડિયા લાવ્યા છીએ, જેને તમે દિવાળીના તહેવાર પર પહેરી શકો છો.
આ દિવાળીમાં તમે ઝરી અને જરદોઝી વર્ક સાથે પાકિસ્તાની સ્ટાઇલના હેવી એમ્બ્રોઇડરીવાળા ફેન્સી સૂટ્સ પસંદ કરી શકો છો.
જો તમે ઇચ્છો તો, તમે આ દિવાળીમાં આવા ઝરી વર્ક મલ્ટી કલર શરારા સૂટ ખરીદી શકો છો.
આ પ્રકારના ફેન્સી લોન્ગ સૂટ્સમાં તમને ઝરી અને જરદોઝીની ડિઝાઇનવાળા ઘણા સૂટ જોવા મળશે.
Image Credit: Google
જો તમે ચૂડીદાર પાયજામાથી કંટાળી ગયા હોવ તો આવા જરદોજી વર્ક હેવી ગરારા સૂટ હેવી પેટર્નમાં પહેરી શકો છો.
Image Credit: Google
આમાં તમને ઘેર સાથે ખૂબ જ સુંદર ઝરી નેકલાઇન સૂટ જોવા મળશે. આમાં ફુલ વર્ક હોય તેવો ડ્રેસ પસંદ કરો.
તમને નેકલાઇન, ઘેરથી પલાઝો હેમલાઇન સુધીના હેવી જરદોઝી એમ્બ્રોઇડરી વર્ક વાળો પલાઝો સૂટ સરળતાથી મળી જશે.
જો તમને મોર્ડન સ્ટાઈલનો સૂટ પહેરવો ગમતો હોય તો તમે આ કળીવાળા સુંદર સ્ટ્રેટ સલવાર-સૂટ પર એક નજર કરી શકો છો.
આ ડ્રેસ સિવાય તમે અન્ય ઝરી વર્ક સૂટ પણ લઈ શકો છો. ઉપરાંત, તમે આ ડ્રેસીસ સાથે અનેક પ્રકારની એક્સેસરીઝ પહેરી શકો છો.