તહેવારોમાં કમાણી માટે કરી દો શ્રી ગણેશ, આ શેર્સ વરસાવશે રૂપિયા

નિફ્ટી ઓટો ઈન્ડેક્સ ગુરુવારે 1.09 ટકા ઉછળીને 16169.65ના સ્તર પર પહોંચી ગયો, જે 52 સપ્તાહની નવી હાઈ 16,428ની બહુ જ નજીક છે. 

ઓટો સ્ટોક્સમાં તેજીના કારણે આ ઈન્ડેક્સ ગત 6 મહિનામાં 31 ટકાથી વધારે ઉછળ્યો છે.

આજે અમે તમને શેર માર્કેટના એક્સપર્ટ્સ દ્વારા સૂચવવામાં આવેલા એવા 3 શેર વિશ જણાવીશું જે તમને આવનારા દિવસોમાં માલમાલ કરી શકે છે.

અશોક લેલેન્ડ- આ લિસ્ટમાં પહેલું નામ અશોક લેલેન્ડ છે. શેર આગામી દિવસોમાં 225 રૂપિયા સુધી પહોંચી શકે છે. શેર ગુરુવારે 180.05 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા.

ટાટા મોટર્સ- આગામી કેટલાક દિવસોમાં આ શેર 760 રૂપિયા પર પહોંચી શકે છે. ગુરુવારે શેર 624.70 રૂપિયા પર બંધ થયા હતા.

હીરો મોટોકોર્પ- હીરો મોટોકોર્પને લઈને પણ એક્સપર્ટ બુલિશ છે. આ શેર પણ તહેવારની સિઝનમાં 3535 રૂપિયા પર પહોંચી શકે છે. ગુરુવારે શેર 3000ના સ્તર પર બંધ થયા હતા.   

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.