આ લોકોને કરડે છે સૌથી વધારે મચ્છર
વરસાદ બાદ ડેન્ગ્યુનો પ્રકોપ વધે છે. ત્યારે આવી સ્થિતીમાં આ લોકોએ ખાસ સાવચેત રહેવું જોઈએ.
શું તમે જાણો છો કે, કોને સૌથી વધારે મચ્છર કરડે છે?
2014માં એક અભ્યાસમાં જણાવવામાં આવ્યુ હતું કે, કોને સૌથી વધારે મચ્છર કરડે છે?
આ અભ્યાસમાં કહેવામાં આવ્યુ હતું કે, જે લોકોને વધારે પરસેવો થાય છે તે લોકોને સૌથી વધારે મચ્છર કરડે છે.
પરસેવા સાથે લેક્ટિક એસિડ અને એમોનિયાની ગંધ મચ્છરોને આકર્ષે છે.
O બ્લડગ્રુપ ધરાવતા લોકોને પણ સૌથી વધારે મચ્છર કરડે છે.
જો તમે સગર્ભા છો, તો તમને પણ વધારે મચ્છર કરડશે.
સગર્ભા સ્ત્રીના શરીરમાં હોર્મોનનો સ્ત્રાવ વધે છે. જે મચ્છરોને આકર્ષે છે.
ડાર્ક બ્લૂ, કાળા, અને લાલ રંગના કપડાં પહેરવાથી મચ્છરોને આકર્ષિત થઈ શકે છે.
જેમના શરીરનું તાપમાન થોડું વધારે હોય તેમને પણ મચ્છર કરડવાની શક્યતા વધારે રહે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)