નોકરીમાંથી રાજીનામું આપતા પહેલા કરી લો આ કામ, નહીં તો મુકાશો મુશ્કેલીમાં

દરેક વ્યક્તિ કારકિર્દીમાં વૃદ્ધિ માટે વ્યક્તિ નોકરી બદલતા હોય છે.

આ માટે વ્યક્તિ રેજીગ્નેશન લેટર આપે છે. એકવાર રેજીગ્નેશન લેટર આપવામાં આવે તે પછી, વ્યક્તિએ નોટિસનો સમયગાળો પૂરો કરવો પડતો હોય છે.

નોટિસના સમયગાળા દરમિયાન વ્યક્તિએ કેટલાક કામ પતાવી લેવા જોઇએ, જેથી ભવિષ્યમાં તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

કંપની છોડતા પહેલા, તમારી ત્રણ મહિનાની સેલેરી સ્લિપ ચોક્કસપણે લો. આનાથી તમે ન માત્ર તમારી ઇન-હેન્ડ સેલરી જાણી શકો છો, પરંતુ પીએફ યોગદાન વિશે પણ માહિતી મેળવી શકો છો

તમે કંપની છોડો કે તરત જ તમારી કંપની ID બંધ થઈ જાય છે. તેથી, છેલ્લા દિવસ પહેલા તમારી સેલરી સ્લિપ મેળવવી મહત્વપૂર્ણ છે

અન્ય કંપનીમાં જોડાતા પહેલા, ચોક્કસપણે તમારો UAN નંબર અને તમારી પ્રથમ કંપની પાસેથી વિગતો પૂછો.

તમને જણાવી દઈએ કે UAN નંબર દ્વારા તમને તમારું PF અને તેનાથી સંબંધિત તમામ માહિતી સરળતાથી મળી જશે. તે જ સમયે, તમારા પીએફ ખાતામાં વ્યક્તિગત માહિતી અપડેટ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે

પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટ ઇમેઇલ્સ, રાજીનામું આપતા પહેલા પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટના ઈ-મેઈલ સેવ કરો.

કંપની છોડ્યા પછી તમને સંપૂર્ણ અને અંતિમ રકમ પછીથી મળે છે. આવી સ્થિતિમાં, કોઈપણ પ્રકારની માહિતી માટે, કંપની છોડતા પહેલા HR અને ફાઇનાન્સ નંબર અને ઈમેલ આઈડી તમારી સાથે રાખો