2 મહિનામાં લખપતિ બનવું હોય તો આ બિઝનેસ કરો!

દેશમાં ઘણા એવા બિઝનેસ છે, જેમાં બહુ ઓછા રૂપિયા રોકીને સારી કમાણી કરી શકાય છે. કેન્દ્રમાં મોદી સરકારી પણ આવા બિઝનેસને પ્રોત્સાહન આપી રહી છે. 

સાથે જ સરકાર સ્ટાર્ટ-અપ કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ પણ લોન્ચ કરી રહી છે. જેનો ફાયદો ઉઠાવી શકાય છે. 

આજે અમે તમને એક એવો જ બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ, જેનાથી માત્ર 2 મહિનામાં તમે મોટી કમાણી કરી શકો છો.

MORE  NEWS...

માસ્ટર બ્લાસ્ટર સચિન તેદુંલકરની કંપની લાવી રહી છે IPO

ભાડુઆતને મકાન આપતા સમયે ન કરતા આ ભૂલ; નહીં તો માલિકી હક ગુમાવી બેસશો

આ શેરે તો રોકાણકારોને તાવ લાવી દીધો! 24 કલાકમાં 595 રૂપિયા ગબડ્યો ભાવ

નવરાત્રિ, દશેરા, દિવાળી, છઠ પૂજા જેવા ઘણા મહત્વના તહેવાર છે. આ દરમિયાન જોરદાર ખરીદી થશે.

એવામાં જો તમે એકસ્ટ્રા ઈનકમ કરવા માંગો છો, તો થોડા કલાકો આપીને પોતાનો પાર્ટ ટાઈમ બિઝનેસ શરૂ કરી શકો છો.

સજાવટી સામાન- દિવાળીના તહેવારે ઘર-દુકાનોને શણગારવામાં આવશે. જેથી હોમ ડેકોરેટ પ્રોડક્ટની ઘણી માંગ રહે છે.

માટીના દિવા- નવરાત્રિથી લઈને દિવાળી સુધી પૂરો દેશ તહેવારના સમયે પ્રકાશિત રહે છે. એવામાં માટીના દિવાની માંગમાં જોરદાર ઉછાળો જોવા મળી શકે છે.

પૂજન સામગ્રી વેચવા પર બમણી કમાણી- પૂજા-પાઠની સામગ્રીનો પણ બિઝનેસ કરી શકાય છે, તેનાથી તમને ધણો ફાયદો થઈ શકે છે. તેનાથી રોજના 1000થી 2000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. 

ઈલેક્ટ્રોનિક્સ લાઈટ્સ- નવરાત્રિ, દશેરા અને દિવાળી પર દરેક ગલી, ઘર અને સોસાયરીઓ લાઈટ્સના પ્રકાશથી જગમગે છે. શહેરોમાં જથ્થાબંધ ભાવમાં લઈને આ લાઈટ્સને રિટેલમાં વેચી શકાય છે. આ બિઝનેસથી સારું માર્જિન મળે છે. 

મૂર્તિ અને મિણબત્તી- દિવાળીના પ્રસંગે લક્ષ્મી પૂજનના દિવસે માતા લક્ષ્મી, ભગવાન ગણેશની મૂર્તિઓ ખૂબ વેચાય છે. . તમે માટી કે અન્ય ઉત્પાદનથી બનેલી મૂર્તિઓ વેચીને સારો નફો મેળવી શકો છો. 

MORE  NEWS...

રોલ્લો પાડી દેશે આ કંપનીનો IPO, બિરલા અને Tata છે મુખ્ય ગ્રાહકો

ગેરેજમાં જવાની જરૂર નથી, માત્ર 10 રૂપિયા ખર્ચીને ટકાટક રાખી શકો તમારી કાર

ફ્લેટ ખરીદતા સમયે આ ભૂલ કરી તો લાખો રૂપિયા પાણીમાં

Read More

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.