કમ્પ્યુટર કે લેપટોપ રિપેરિંગ સેન્ટર શરૂ કરતા પહેલા તમારી પાસે હાર્ડવેરથી લઈને સોફ્ટવેર સુધી કમ્પ્યુટર સંબંધિત બધા પ્રકારની જાણકારી હોવી જરૂરી છે.
આ કામ શરૂ કરવા માટે તમારે કોઈ કમ્પ્યુટર પ્રશિક્ષણ કેન્દ્રમાં જઈને ટ્રેનિંગ લેવી જોઈએ અને પછી આ બિઝનેસ શરૂ કરવો જોઈએ.
તમે CNet.com અને ZDN.com જેવી ઑનલાઇન તાલીમ આપતી વેબસાઇટ્સની પણ મદદ લઈ શકો છો. આ સિવાય જો તમે ઈચ્છો તો યુટ્યુબ અથવા કોઈપણ કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર પર જઈને તેની ટ્રેનિંગ લઈ શકો છો.
કમ્પ્યુટર રિપેરિંગ સેન્ટર એવી જગ્યા પર ખોલવું જોઈએ, જ્યાં લોકો સરળતાથી પહોંચી શકે અને જ્યાં પહેલાથી વધારે કમ્પ્યુટર રિપેરિંગ સેન્ટરની દુકાન ન હોય.
કમ્પ્યુટર રિપેરિંગ સેન્ટરમાં મધર બોર્ડ, સીપીયૂ, રેમ, હાર્ડ ડ્રાઈવ, વીડિયો કાર્ડ, સાઉન્ડ કાર્ડ અને નેટવર્ક કાર્ડ જેવા ઉપકરણ રાખવા આવશ્યક હોય છે, જેથી કોઈ ગ્રાહક ખાલી હાથ ન પાછો જાય.
કમ્પ્યુટર રિપેરિંગ સેન્ટર ખોલવા માટે તમારે લગભગ 5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ રકમથી તમે શોપ માટે આવશ્યક ઉપકરણ, સામાન અને ફર્નિચર વગેરે લાવી શકો છો.
એકવાર કામ શરૂ થયા બાદ તમારે કારોબાર વધી શકે છે. જો તામરું કામ સીધી રીતે પાટા પર આવી ગયું, તો તમે 1 દિવસમાં આરામથી 3,000 રૂપિયાની કમાણી કરી શકો છો.
MORE
NEWS...
લખપતિ બનવું હોય તો આ બિઝનેસ જ કરાય,મહિને આરામથી 1 લાખ છાપી મારશો
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.