જુલાઈ મહિનામાં આ ખેતી કરો, 50-60 દિવસમાં થઈ જશો માલામાલ

દેશમાં વરસાદના રાઉન્ડ શરૂ થઈ ગયા છે. ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. 

ખેડૂતો પૂરી રીતે ચોમાસાની સિઝનનો લાભ ઉઠાવવા માટે તૈયારી છે. મોટાભાગના ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બિન-પરંપરાગત ખેતી કરવાનુ પસંદ કરી રહ્યા છે.

ખેડૂતો ઓછા સમયમાં વધારે નફો કમાવવા માટે શાકભાજીની ખેતી કરવાનું પસંદ કરે છે. જુલાઈ મહિનો શાકભાજીની ખેતી માટે સારો માનવામાં આવે છે, કારણ કે તેની ખેતીથી સારો નફો કમાઈ શકાય છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

અહીં અમે તમને એવી 5 શાકભાજી વશે જાણકારી આપી રહ્યા છીએ, જેની જુલાઈ મહિનામાં ખેતી કરીને તમે માલામાલ થઈ શકો છો.

કાકડી- જુલાઈ મહિનામાં કાકડીની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક માનવામાં આવે છે.  કાકડીની ખેતીમાં સારુ ઉત્પાદન પ્રાપ્ત કરવા ભરપૂર પાણીની આવશ્યકતા હોય છે. ખેડૂતો ચોમાસામાં આ ખેતીથી મોટી કમાણી કરી શકે છે.

આમળાં- આમળાં ખરીફ સિઝનનો મુખ્ય રોકડિયો પાક છે. તેને ગરમી અને વરસાદ બંને સિઝનમાં લગાવવાથી સારું ઉત્પાદન થાય છે.

ભિંડા-  ચોમાસાની સિઝનમાં ભિંડાની ખેતી ખેડૂતો માટે ઘણી ફાયદાકારક છે. ભિંડાની ખેતી આમ તો કોઈપણ પ્રકારની જમીનમાં કરવામાં આવે છે, પરંતુ વરસાદની સિઝનમાં રેતાળ અને ચીકણી માટીમાં તેની બમ્પર પેદાશ મળે છે

ટામેટા- ભીષણ ગરમીમાં મોટાપાયે ટામેટાનો પાક ખરાબ થયો છે, જેના કારણથી માર્કેટમાં તેનો ભાવ 70થી 80 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે. ટામેટાની ખેતી માટે વરસાદની સિઝન સારી માનવામાં આવે છે. 

કારેલા-  સારા ડ્રેનેજવાળી ગોરાડુ જમીનમાં ચોમાસા દરમિયાન કારેલાની ખેતી કરવી ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. જાણકારી અનુસાર, કારેલાનું શાક બનાવવાની સાથે-સાથે ઔષધિ તરીકે પણ કારેલાંનો ઉપયોગ કરવામાં આવે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.