અધિક માસમાં કરો આ કામ, ભગવાન વિષ્ણુની થશે અપાર કૃપા

ત્રણ વર્ષમાં એકવાર આવતો અધિક મહિનો શ્રી હરિના ભક્તો માટે પૂજા પાઠ અને દાનનો અનેરો મહિમા ધરાવે છે. 

અધિક મહિનામાં શ્રી વિષ્ણુ ભગવાનના પાઠ કરવા, પૂજા કેવી રીતે કરવી તેના વિશે વધુ માહિતી વલસાડના પ્રખ્યાત રિદ્ધિ જ્યોતિષ કાર્યાલયના જ્યોતિષ વિશારદ ધ્રુવભાઈ ભટ્ટે જણાવ્યું છે.

પદ્મ પુરાણ અને અગ્નિ પુરાણ જેવા પુરાણોમાં લખ્યું છે તે પ્રમાણે અધિક ફળ મેળવવા માટે અધિક મહિનામાં ભગવાનની પણ પંચોપચાર  (પૂજા, પાઠ, ધ્યાન, આરતી, પ્રસાદ) રીતે પૂજા કરવી જોઈએ.

તમે શ્રી વિષ્ણુ ભગવાનના સહસ્ત્ર નામનો પાઠ કરી શકો છો. 

108 નામના 42 વખત જાપ કરવાથી પણ સવા લાખ જાપનું ફળ મળે છે. 

તુલસીના પાન ચઢાવીને પણ પૂજા કરી શકાય છે. જો તુલસીના પાન કોઈ કાળે આટલા બધા ન મળી શકે તો તો બાસમતી ચોખાની લઈને પણ અભિષેક કરી શકાય છે. 

આ માટે ખાસ બાસમતી ચોખા જ લેવા ત્યારબાદ તેને પ્રસાદ રૂપે રાંધી શકાય છે. પૂજાને પાઠ સિવાય દાનની પણ વિશેષ મહિમા છે.

અધિક મહિનાના વ્યતિપાત અને વૈદ્ય રૂત સમયે દિવાનું દાન સર્વશ્રેષ્ઠ ગણાય છે. 

યથાશક્તિ દીવાનો દાન કરવાથી દરિદ્રતા દૂર થાય છે. તેની સાથે સંપૂર્ણ પાઠ પણ તેટલી જ વિશેષતા ધરાવે છે.

સંપૂર્ણ પાઠ એટલે કે, બે કાંસાની થાળી અથવા તાંબાના બે તરભાડામાં 33 માલપૂડા મૂકીને તેનું કોઈ પણ બ્રાહ્મણને દાન કરવું જોઈએ. 

પદ્મ પુરાણમાં કહ્યું છે કે માલપૂડામાં જેટલા છિદ્ર છે તેટલા સમય સુધી વૈકુંઠ લોકમાં રહી શકો છો તેવું જણાવવામાં આવ્યું છે. 

શ્રી વિષ્ણુ ભગવાનના અષ્ટોતર નામના પાઠ કરવાથી પણ તેટલો જ લાભ થાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો