શું ઈંડાથી વધે છે ડાયાબિટીસનું જોખમ?

મોટાભાગના લોકો સવારે ઈંડા ખાવાનું પસંદ કરે છે.

મોટાભાગના લોકો સવારે ઈંડા ખાવાનું પસંદ કરે છે. 

એક નવા અભ્યાસ મુજબ વધુ પડતા ઇંડા ખાવાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે.

સંશોધકોના મતે, જે લોકો દરરોજ એકથી વધારે ઈંડા ખાય છે. જે લગભગ 50 ગ્રામ જેટલું સુગર હોય છે, તેથી તે લોકોને ડાયાબિટીસ થવાનું જોખમ 60 ટકા વધી જાય છે.

સંશોધનમાં દર્શાવાયું છે કે, તે પુરૂષો કરતાં સ્ત્રીઓને વધુ અસર કરે છે.

ચાઇના મેડિકલ યુનિવર્સિટી અને કતાર યુનિવર્સિટીની સાથે યુનિવર્સિટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયા દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

આ અભ્યાસ 1991 થી 2009 દરમિયાન કરવામાં આવ્યો હતો. સૌ પ્રથમ, ચીની લોકો પર ઇંડાના સેવનની અસરો પર એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વયસ્કો જોડાયા હતા.

જો તમને ટાઈપ 2 ડાયાબિટીસ હોય, તો આહાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી તે સમજવું અગત્યનું છે કે કયા ખોરાક તમારા રોગનું જોખમ વધારે છે.

વૈજ્ઞાનિકોના મતે, અનાજ અને શાકભાજી, વધુ માત્રામાં શાકાહારી ખોરાક, નાસ્તો અને ઉર્જાયુક્ત ખોરાકને બાકાત રાખતા પ્રોસેસ્ડ ડાયટ ખાવાથી ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.

આ વસ્તુઓની સાથે આજકાલ ઈંડાનું સેવન પણ વધી ગયું છે, જે ડાયાબિટીસનું જોખમ વધારે છે.

ચીનમાં કરવામાં આવેલા આ સર્વે અનુસાર છેલ્લા એક દાયકામાં ઈંડા ખાનારા લોકોની સંખ્યા બમણી થઈ ગઈ છે.

આ અભ્યાસ બ્રિટિશ જર્નલ ઑફ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયો હતો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)