શિયાળામાં ચાની વધારે ચુસકી ન મારતા, ભારે પડી જશે! 

ઠંડીની સીઝનમાં ચા પીવી ખૂબ  જ સારી લાગે છે.

મોટાભાગના લોકો સવાર-સવારમાં ચાની ચુસકી લે છે. 

ઘણા લોકો આખા દિવસમાં 8-10 કપ ચા પી જાય છે.

આવું કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. 

હેલ્થલાઇન અનુસાર, તેના સાઇડ ઇફેક્ટ્સ જાણી લો.

વારંવાર ચા પીવાથી આયરનની ઉણપ થઇ શકે છે. 

આવું કરવાથી તમારી બેચેની અને થાક વધી શકે છે. 

વધારે ચા પીવાથી એસિડિટી અને ગેસ થઇ શકે છે.

આવું કરવાથી લોકોની ઉંઘ પર ખરાબ અસર પડે છે.