અરે વાહ! સરગવો ગટરના પાણીને કરશે શુદ્ધ

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની એક સંશોધન બહાર પાડવામાં આવ્યું છે. 

યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. સુહાસ વ્યાસ અને તેમની ટીમ દ્વારા ગટરના પાણી પર એક સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.

આ સંશોધનમાં ગટરનું પાણી શુદ્ધ કરવામાં સરગવાના બી એ મહત્વનો ભાગ ભજવ્યો છે.

જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ગટરના ગંદા પાણીને કંઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તે માટે વિચારણા કરવામાં આવી રહી હતી. 

આ દરમિયાન અલગ અલગ પ્રયોગો પરથી એક તારણ સામે આવ્યું કે, સરગવાથી ગટરનું પાણી પણ શુદ્ધ થઈ શકે છે.

આ સંશોધનમાં એક બિકરમાં ગટરનું પાણી  ભરી તેમાં સરગવાના બીનો પાઉડર નાખીને પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ પ્રક્રિયામાં ટર્બીડીટી , BOD અને COD નક્કી કરી સુએજ વોટર પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

BOD એટલે બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ અને COD એટલે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સામાન્ય રીતે આ બંનેનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળતું હોય છે.

પરંતુ જ્યારે પરીક્ષણ કરવામાં આવ્યું. ત્યારે આ બંનેનું પ્રમાણ ઓછું જોવા મળ્યું. 

જેમાં CODનું પ્રમાણ 50 થી 100 વચ્ચે જોવા મળ્યું. કે જે 100 mlની નીચે હોવું જોઈતું હતું. 

જ્યારે BODનું પ્રમાણ 50થી નીચે જોવા મળ્યું હતું. આ સાથે પાણીની પ્રદૂષણ ક્વોલિટી એટલે કે ટર્બિલિટીનું પ્રમાણ પણ 85 થી 90% ઓછી જોવા મળી હતી.

અત્યારે હાલમાં આ પરીક્ષણ લેબ સ્કેલમાં કરવામાં આવ્યું છે. 

ત્યારે આવનારા દિવસોમાં આ ઉચ્ચ સ્તરીય પરીક્ષણ થાય એટલે કે લાર્જર સ્કેલમાં થાય તેવા પણ પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

હાલમાં એગ્રી વેસ્ટ પર પરીક્ષણ કરવા માટે વિચારણા ચાલી રહી છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો