આ રીતે ઘરે બનાવો કાજુ-બદામ કુલ્ફી

ગરમીની સિઝનમાં આઇસ્ક્રીમ ખાવાનું મન થવું સ્વાભાવિક છે

એવામાં આજે અમે ઘરે જ કાજુ-બદામની કુલ્ફી બનાવવાની રેસિપિ જણાવીશું

તેના માટે તમારે 20-25 કાજુ, અડધો લિટર દૂધ, 1/4 ઈલાઈચી, 20-25 બદામ, 10 ચમચી પીસેલો ગોળ, 3 મોટી ચમચી ક્રીમની જરૂર પડશે

કાજુ અને બદામની કુલ્ફી બનાવવા માટે સૌથી પહેલાં 25 બદામ અને 25 કાજુને ક્રીમ સાથે પીસીને એક પેસ્ટ તૈયાર કરી લો

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

હવે ગેસ  પર અડધો લિટર દૂધ ગરમ થવા માટે રાખો

જ્યારે દૂધ ઉકળવા લાગે તો તેમાં કાજુ-બદામની પેસ્ટ મિક્સ કરી લો

પેસ્ટને સારી રીતે મિક્સ કર્યા બાદ આશરે 15 મિનિટ સુધી દૂધને ઉકાળો. ત્યારબાદ, 10 ચમચી પીસેલો ગોળ તેમાં નાંખો.

ગોળની સાથે-સાથે ઈલાયચી પાવડર પણ દૂધમાં નાંખો. 

હવે આ તમામ વસ્તુને સારી રીતે મિક્સ કરી લો અને થોડીવાર પછી ગેસ બંધ કરી દો.

કુલ્ફીના મિશ્રણને થોડીવાર ઠંડી થવા મુકી દો. 

ત્યારબાદ કોઈ વાસણ અતવા કુલ્ફીના મોલ્ડમાં મુકી દો, હવે તેને જમાવવા માટે ફ્રીઝરમાં મુકી દો.

થોડા કલાકો સુધી ફ્રિઝરમાં કુલ્ફીને રાખ્યા બાદ તેને બહાર નીકાળો અને ઠંડી-ઠંડી કુલ્ફીની મજા માણો.