કઈ ખામીના કારણે એક ટ્રેક પર આવી જાય છે બે ટ્રેન?
પશ્ચિમ બંગાળ અને ન્યૂ જલપાઈગુડીમાં મોટો રેલ અકસ્માત થયો હતો.
તેમાં એક માલગાડીએ સિયાલદાહ જનારી કંચનજંગા એક્સપ્રેસમાં પાછળથી ટક્કર મારી હતી.
ત્યારબાદ કંચનજંગા એક્સપ્કેસનાં ઘણાં ડબ્બા હવામાં ઉછળીને ટ્રેકથી ઉતરી ગયાં.
ભારતમાં આવા રેલ અકસ્માત ઘણીવાર થઈ ચુક્યા છે. ચાલો જાણીએ કેવી રીતે ટ્રેન એક જ પાટા પર આવી જાય છે.
હંમેશા સિગ્નલ ફોલ્ટ અથવા ઇલેક્ટ્રોનિક ઈન્ટરલૉકિંહ ચેન્જથી કોઈ ભૂલ થઈ શકે છે.
ત્યારબાદ આવા અકસ્માત થઈ જાય છે. હકીકતમાં, દરેક ટ્રેનમાં એક ઈલેક્ટ્રોનિક ઈન્ટરલૉકિંગ સેટ થાય છે.
ટ્રેન તેના દર્શાવેલા રૂટના હિસાબે જ ચાલે છે.
જેની મદદથી જ દરેક ટ્રેન અલગ-અલગ ટ્રેક પર હોય છે.
જો તેમાં કોઈપણ પ્રકારની ગડબડ થાય તો મોટી-મોટી દુર્ઘટના થઈ જાય છે.
ઘણીવાર માનવીય ભૂલ અથવા ટેક્નિકલ કારણે ચાલતા ટ્રેક ચેન્જ નથી થઈ શકતાં અને અકસ્માત થઈ જાય છે.