કાળા જામફળની ખેતી કરીને 1 વીઘામાં પણ તગડી કમાણી કરી શકો છો.

લાલ પીળા અને લીલા જામફળ તો તમે ખાધા હશે, પરંતુ કાળા જામફળ વિશે ભાગ્યે જ સાંભળ્યું હશે.

પરંપરાગત ખેતીથી અલગ થઈને આ ખેતમાં તગડી કમાણી કરી શકો છો. તો આવો જાણીએ તેના વિશે વધુ.

ભારતીય જળવાયુ અને માટી કાળા જામફળની ખેતી માટે યોગ્ય છે. જેથી તેની ખેતીમાં સારી ઉપજ મળી શકે છે. 

ઠંડી અને ભેજવાળી હવામાં જામફળની ખેતી વધુ સારી ઉપજ આપે છે. 

જામફળના છોડને જો યોગ્ય રીતે ખાતર પાણી આપવામાં આવે તો 2 વર્ષની અંદર તેમાં ઘણો માલ ઉતરે છે.

આ માટે નિષ્ણાતો અથવા નજીકની કૃષી યુનિવર્સિટીનો સંપર્ક કરીને તમે તગડી કમાણી કરી શકો છો. 

આજકાલ ઉત્તર પ્રદેશ, બિહાર અને હિમાચલમાં કાળા જામફળની ખેતી કરવામાં આવે છે. 

કાળા જામફળનો રંગ બહારથી જ કાળો હોય છે, તેના ગર્ભનો રંગ લાલ હોય છે.

કાળા જામફળમાં અઢળક ઔષધીય ગુણો હોય છે. 

કાળા જામફળ વૃદ્ધાવસ્થાના લક્ષણોને રોકવામાં પણ મદદ કરે છે. 

સાથે તેમાં એન્ટિઓક્સિડેન્ટ પણ ખૂબ હોય છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.