જો તમે રોકાણ કરવા માટે કોઈ સારા શેરની શોધમાં હોવ તો ટાઈટનના શેર પર નજર રાખી શકો છો.
બ્રોકરેજ ફર્મ આ શેરને લઈને બુલિશ જોવા મળી રહ્યું છે.
ગત શુક્રવારના રોજ ટાઈટનના શેર 0.83 ટકાની સામાન્ય તેજીની સાથે 3199 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા.
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલને આ શેરમાં તેજીની આશા દેખાઈ રહી છે.
બ્રોકરેજે 7 સપ્ટે 2023ના રોજ તેમની રિસર્ચ રિપોર્ટમાં BUY રેટિંગ આપતા 3570 રૂપિયાની લક્ષ્ય કિંમતે ટાઈટનના શેર ખરીદવાની સલાહ આપી છે.
બ્રોકરેજને આ શેરમાં લગભગ 12 ટકા જેટલા ઉછાળાની આશા છે.
ગત એક મહિનામાં ટાઈટનના શેરમાં 7 ટકાની તેજી જોવા મળી છે, જ્યારે ગત 6 મહિનામાં શેર 35 ટકા વધ્યા છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.