ICICI સિક્યોરિટીઝે જેકે સિમેન્ટ પર તેની રિસર્ચ રિપોર્ટમાં કહ્યું કે, નાણાકીય વર્ષ 2024ના પહેલા ક્વાટરમાં કંપનીનું પ્રદર્શન ઘણું મજબૂત રહ્યું છે.
આ ગાળામાં જેકે સિમેન્ટ આવી જ મુખ્ય કંપનીઓમાંથી એક છે જેના માર્જિનમાં સુધારો જોવા મળ્યો છે.
ICICI સિક્યોરિટીઝનું કહેવું છે કે, કંપનીના માર્જિનમાં આગળ સુધારો જોવા મળશે.
મધ્ય પ્રદેશના પ્રયાગરાજ અને મધ્યપ્રદેશના ઉજ્જેન સ્થિત ક્લિંકર ગ્રાઈડિંગ યૂનિટના અપગ્રેડેશન પછી કંપનીના ઉત્પાદન ખર્ચમાં વધારે ઘટાડો આવવાની આશા છે.
જેના કારણે મીડિયમ ટર્મમાં કંપનીના માર્જિન અને નફામાં વધારો જોવા મળી શકે છે.
તેના આ વિશ્લેષણના આધાર પર ICICI સિક્યોરિટીઝના જેકે સિમેન્ટ પર ‘BUY’ની રેટિંગ રાખતા ટાર્ગેટ પ્રાઈસને પણ 3856 રૂપિયા પર કાયમ રાખ્યો છે.
JK Cementના શેર આજે 3122 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
શેરની 52 સપ્તાહની હાઈ 3466.30 રૂપિયા અને 52 સપ્તાહની નીચી સપાટી 2425.25 રૂપિયા છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.