લેપટોપ સાફ કરતી વખતે ક્યારેય ન કરતાં આ ભૂલ, નહીંતર...
ઘણા લોકો ફક્ત લેપટોપનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણે છે. પરંતુ તેની સફાઈ વિશે જાણતા નથી.
તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે લેપટોપને સરળતાથી કેવી રીતે સાફ કરી શકાય.
ઓફિસ જનારા મોટાભાગના લોકો લેપટોપનો ઉપયોગ કરે છે. પરંતુ, હવે લેપટોપનો ઉપયોગ ઘરમાં અને શાળામાં પણ થાય છે.
હંમેશા ઈલેક્ટ્રોનિક અથવા કોઈપણ ગેજેટ્સની યોગ્ય કાળજી રાખવાથી તે લાંબા સમય સુધી ટકી રહે છે.
લેપટોપ સાફ કરતા પહેલા તમારા લેપટોપને બંધ કરો અને તેને પાવર સોર્સમાંથી અનપ્લગ કરો.
લેપટોપના વેન્ટ્સ અને પોર્ટમાંથી ધૂળ દૂર કરવા માટે કોમ્પ્રેસ્ડ એરનો ઉપયોગ કરો.
કીબોર્ડને સાફ કરવા લેપટોપને ટિલ્ટ કરો અને તેને હળવા હાથે ટેપ કરો જેથી ઢીલો કચરો નીકળી જાય. વધેલી ધૂળને કોમ્પ્રેસ્ડ એરથી સાફ કરો.
જો તમને શંકા હોય કે આંતરિક ધૂળનું સંચય તમારા લેપટોપના સ્પીડ પર અસર કરી રહ્યું છે, તો તે પ્રોફેશનલને જરુર બતાવવું જોઈએ.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...