ફુલાવરમાંથી ઈયળ દૂર કરવાની સરળ ટિપ્સ

વરસાદની સિઝનમાં શાકભાજી ઝડપથી બગડે છે. તેમજ ભેજને કારણે શાકભાજીમાં જીવાત પણ પડી જાય છે. 

તમે અમુક ટિપ્સના કારણે ફુલાવરમાં છુપાયેલી ઈયળને દૂર કરી શકો છો.

ફુલાવરમાંથી ઈયળને દૂર કરવા માટે સૌપ્રથમ તેના નાના ટુકડા કરી દો. બાદમાં ફુલાવરમાં છુપાયેલા નાના કીડા પણ બહાર આવી જશે.

કેટલાક લોકો ફુલાવર ધોવા માટે ટબ અથવા પાણીની ડોલનો ઉપયોગ કરે છે. પરંતુ, તે ફુલાવરમાંથી ઈયળ દૂર કરતું નથી.

તેથી તે વહેતા પાણીમાં ફુલાવરને ધોવાનું વધુ સારું છે. ફુલાવરને નળ નીચે ધોઈ લો. બાદમાં પાણીનું દબાણ વધવાથી ફુલાવરમાં રહેલી ઈયળ બહાર આવી જશે.

ફુલાવરને મીઠાના પાણીમાં પલાળી રાખો. જેનાથી ફુલાવરમાં રહેલાં જંતુઓ મરી જશે.

પાણીમાં મીઠું ઉમેરો અને તેમાં ફુલાવરને 10-15 મિનીટ સુધી રાખો. જેના કારણે ફુલાવરમાં રહેલા જંતુઓ મરી જશે અને પાણી પર તરવા લાગશે.

સામાન્ય જીવાત ઉપરાંત પરોપજીવીઓ પણ ફુલાવરમાં હોય છે. જે નરી આંખે દેખાતા નથી.

ફુલાવરને બેક્ટેરિયા મુક્ત બનાવવા માટે તમે તેને થોડી મિનિટો માટે ગરમ પાણીમાં પલાળી શકો છો. જે તેમાં રહેલી જીવાતને દૂર કરે છે.

તેનાથી ફુલાવર નરમ પડે છે. તે સિવાય ફુલાવરને રાંધવામાં સમય પણ ઓછો થાય છે. આ ફુલાવરની ઈયળને દૂર કરવાની સૌથી સરળ રીત છે.

ફુલાવરને ગરમ પાણીમાં ઉકાળવાથી તે નરમ થઈ જાય છે.

જો તમારે કોઈ ક્રિસ્પી વાનગી બનાવવી હોય તો તમે તેને થોડીવાર બરફના પાણીમાં પલાળી શકો છો. તે ફુલાવરમાંથી જીવાતને દૂર કરે છે.

નોંધનીય છે કે, આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી ફુલાવરનું પાણી શોષાય જાય છે. જેનાથી તેના સ્વાદમાં થોડો ફરક પડી શકે છે.

તેથી, ફુલાવરને પાણીમાંથી બહાર કાઢીને તેને ટીશ્યુ પેપરથી સાફ કરી દો. આમ કરવાથી ફુલાવરનું પાણી સુકાઈ જશે અને તેમાંથી જીવાત દૂર થશે.

અહીં આપેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. તેનો ઉપયોગ કરતાં પહેલા નિષ્ણાંતોની સલાહ લો. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.