Producer: Peuli Bakshi

શું તમારી રોટલી પણ ગોળ નથી બનતી? 

સોફ્ટ લોટ બાંધવા માટે સૌથી પહેલાં ઘઉંના લોટ લો, તેમાં ચપટી મીઠું અને પાણી ઉમેરીને મિક્સ કરી દો. 

1

લોટ બાંધ્યા બાતદ તેના વ્યવસ્થિત નાના ગોળ લોયા બનાવો.

2

નાના, સરળ બોલ બનાવવા માટે દરેક ભાગને તમારી હથેળીઓ વચ્ચે ફેરવો. જે તેને ગોળાકાર આપવામાં મદદ કરે છે. 

3

લોટના લોયા બનાવ્યા હોય તેના પર હળવા હાથે થોડો સુકો લોટ ભભરાવો જે રોટલીને પાટલી સાથે ચોંટતા અટકાવે છે. 

4

તમારી આંગળીઓ વડે લોટના લોયાને સહેજ થપડાવીને બાદમાં વેલણનો ઉપયોગ કરો અને સમાન દબાણ લાગુ કરીને તેની કિનારીએ વેલણ ફેરવો.

5

રોટલીની સમાન જાડાઈ માટે તેને ફક્ત કિનારીએ વેલણ ફેરવો અને રોટલીને પણ પાટલી પર ગોળ ફેરવતા રહો. 

6

રોટલીને ગોળ બનાવવા માટે પ્લેટફોર્મની બદલે પાટલી પર રોટલી કરવાનું રાખો. અને તેની માટે સમાન સપાટીવાળી પાટલીનો ઉપયોગ કરવાનું રાખો.

7

થોડીવાર વેલણ વડે રોટલી વણ્યા પછી તેને હાથ વડે થપથાવી શકો છો. 

8

રોટલીની કિનારીઓને ગોળ આકારમાં દબાવો, જેથી સરળતાથી જોઈતો ગોળ આકાર મળે.

9

શેકતા સમયે તેમાં થોડું ફૂલતા જુઓ તો તરત તેને ગોળ ફેરવી લો. 

10

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો