લીલા વટાણા આખું વર્ષ લીલાછમ રહેશે, આ રીતે કરો સ્ટોર

લીલા વટાણા ખાવા બધાને ગમે છે. ઘણા લોકોને આખા વર્ષ દરમિયાન આ લીલા વટાણા ખાવાનું પસંદ હોય છે જો કે, આ શિયાળા દરમિયાન તાજા લીલા વટાણા મળે છે.

આજકાલ  માર્કેટમાં આખુ વર્ષ પેકેજ્ડ લીલા વટાણા મળે છે પરંતુ તમે પેકેજ્ડ વટાણાને બદલે કેમિકલ ફ્રી વટાણાને ઘરે સ્ટોર કરીને આખુ વર્ષ ખાઇ શકો છો.

બ્લાંચિંગ કરો: લીલા વટાણાને સૌથી પહેલા બ્લાંચિંગ બાસ્કેટ એટલે કે ચાળણીનો ઉપયોગ કરીને ઉકળતા પાણીમાં એકથી બે મિનિટ માટે બ્લાન્ચ કરો. તે બાદ તરત જ તેને ઠંડા બરફના પાણીમાં નાંખી દો. આ ક્રિયા કરવાથી લીલા વટાણાનો લીલો રંગ જળવાઇ રહેશે અને તેને પોષણ મૂલ્યને પણ જાળવી રાખે છે. બ્લાન્ચ એંઝાઇમોને નિષ્ક્રિય કરવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને વટાણા પર માઇક્રોબિયલ લોડ ઓછો કરે છે, સ્ટોરજ દરમિયાન બેક્ટેરિયા કે માઇક્રોબિયલ ગ્રોથની સંભાવના ઓછી કરે છે.

વટાણાને એર-ટાઈટ ઝિપ લોક કન્ટેનરમાં સ્ટોર કરો: એકવાર ઠંડા કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, પછી તેને સ્વચ્છ કિચન ટોવેલ અથવા પેપર નેપકિનનો ઉપયોગ કરીને ડ્રાય કરી દો. હવે આ વટાણાને એર-ટાઈટ ઝિપ-લોક કન્ટેનર, ફ્રીઝર-સેફ કન્ટેનર અથવા હેવી-ડ્યુટી ફ્રીઝર બેગમાં સ્ટોર કરી શકાય છે. કોઈપણ બિનઉપયોગી વટાણાને હવાના સંપર્કમાં આવવાથી રોકવા માટે પેકેજિંગ પહેલાં વટાણાને નાના-મોટી સાઇઝના દાણા અલગ કરીને સ્ટોર કરવાની સલાહ આપવામાં આવે છે.

MORE  NEWS...

ઉનના કપડાં ધોવાની આ છે સાચી રીત, આવી ભૂલ કરી તો નહીં રહે ગરમાવો

આંતરડાના ખૂણે-ખૂણામાંથી સાફ થઇ જશે જામેલો મળ, કબજિયાતમાં ખાઓ આ 3 ફળ

લસણને સ્ટોર કરવાની આ છે સૌથી બેસ્ટ રીત, આખુ વર્ષ નહીં થાય ખરાબ

આવા વટાણાને ફ્રીઝરમાં સ્ટોર કરો: તેમને પેકેજિંગની તારીખ અનુસાર લેબલ કરો, જે પછીથી તે વટાણાની ફ્રેશનેસને ઓળખવામાં મદદ કરશે. તેને ફ્રીઝરમાં રાખી શકાય છે અને આગામી 8-12 મહિના સુધી ખાઈ શકાય છે.

એક સોસ પેનમાં 3 થી 4 લિટર પાણી ઉકાળો અને જ્યારે તે ગરમ થાય ત્યારે તેમાં 1 ચમચી મીઠું, 2 ચમચી ખાંડ અને 1 ચપટી ખાવાનો સોડા ઉમેરો. સોડા વૈકલ્પિક છે પરંતુ રંગ વધુ સમય સુધી સારો રહેશે.

જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં લીલા વટાણા નાખીને 2 મિનિટ ઉકાળો. તેને તરત જ બરફના ઠંડા પાણીમાં નાખો. જો કે ઘણા લોકો લીલા વટાણા બાફવા નથી માંગતા, આનાથી તેની સ્કિન પર કરચલીઓ પડી જાય છે જે દેખાવમાં સારી નથી લાગતી.

વટાણાની સૂકવણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સુનિશ્ચિત કરશે કે તમારા લીલા વટાણા એકસાથે ચોંટી જશે નહીં અને જ્યારે તેને સ્ટોર કરીએ ત્યારે અલગ રહેશે.

MORE  NEWS...

ફેશિયલ નહીં કાચુ દૂધ ચમકાવશે ચહેરો, ફેસ પર લાવશે ગજબનો નિખાર

એલોવેરાના છોડનો ગ્રોથ અટકી ગયો છે? કુંડામાં નાંખી દો આ ફળની છાલ

ઘરમાં પડેલા ખાલી ડબ્બામાં ઉગાડી આદુ, મોંઘુ થશે તો પણ તમને સાવ મફતમાં મળશે