વજન ઘટાડવા અથવા સ્નાયુઓને મજબૂત કરવા માટે પ્રોટીન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
હવે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ઈંડા અને પનીરમાં પ્રોટીનનો કયો સ્ત્રોત તમારા માટે શ્રેષ્ઠ છે.
તો ચાલો જાણીએ કે ઈંડા અને પનીર વચ્ચે કઈ વસ્તુ વજન ઘટાડવા માટે વધુ ફાયદાકારક છે.
ઈંડા અને પનીર બંનેને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, ઈંડામાં 6 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. તે જ સમયે, 40 ગ્રામ પનીરમાં 7.54 ગ્રામ હોય છે.
ઈંડામાં શરીરને એક દિવસમાં જરૂરી એવા તમામ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. જ્યારે પનીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે.
ઘણા લોકો ઈંડાની જરદી ખાવા માંગતા નથી કારણ કે તેમાં ચરબી વધારે હોય છે. પરંતુ, ઈંડાના પીળા ભાગમાં પણ ઘણા પોષક તત્વો હોય છે.
પનીરમાં B-12, સેલેનિયમ, વિટામિન ડી અને રિબોફ્લેવિન જેવા પોષક તત્વો પણ ભરપૂર પ્રમાણમાં હોય છે.
નિષ્ણાતોના મતે ઈંડા અને પનીર બંને વજન ઘટાડવા માટે સારા છે. વૈકલ્પિક દિવસોમાં તમારા આહારમાં આનો સમાવેશ કરવો સારું છે.
વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકો માટે પનીર ખાવું, ઈંડા ખાવા જેટલું જ ફાયદાકારક હોઈ શકે છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.