15 દિવસમાં રૂપિયા ડબલ કરવાનો મોકો

ઓબેરોય ગ્રુપની કંપની EIH Associated Hotelsએ શુક્રવાર, 14 જૂનના રોજ બોર્ડ બેઠકમાં બોનસ શેર આપવા પર નિર્ણય લીધો છે.

કંપનીએ બેઠક બાદ જણાવ્યું કે, બોર્ડે 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

રેકોર્ડ ડેટ પહેલા જે શેરધારકોની પાસે EIH Associated Hotelsના શેર હશે, તેમને દરેક શેર પર એક શેર મફતમાં મળશે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આ બોનસ શેરનો ફાયદો માત્ર તે જ શેરધારકોને મળશે, જેમની પાસે એક્સ-ડેટ પહેલા કંપનીના શેર હોય છે. જો કોઈ વ્યક્તિ એક્સ-ડેટના દિવસે કે ત્યારબાદ શેર ખરીદે છે, તો તેને બોનસ શેરનો ફાયદો મળતો નથી.

સામાન્ય રીતે કંપનીઓ ફ્રી રિઝર્વમાં પહેલા શેરોને બોનસ શેર તરીકે આપે છે, જેથી (EPS) Earning per share અને પેડ-અપ કેપિટલ વધી જાય. 

આ બોનસ શેર 10 રૂપિયા પ્રતિ શેરની ફેસ વેલ્યૂ પર આપવામાં આવશે. કંપનીએ તેના માટે 29 જુલાઈ 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. 

આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 925 રૂપિયા પ્રતિ શેર છે, જ્યારે 52 સપ્તાહની નીચી સપાટી 413 રૂપિયા પ્રતિ શેર છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.