બસ આટલી રાહ જોઈ લો

એલોન મસ્ક ભારતમાં ટેસ્લાની સૌથી સસ્તી કાર ઉતારવા માટે નાની બેટરી બનાવવાની યોજના પર કામ કરી રહ્યા છે.

ઈલેક્ટ્રિક કારોમાં સૌથી મોંઘી વસ્તુ બેટરી હોય છે અને જો તેનો ભાવ ઘટાડી દેવામાં આવે તો ગાડી ઘણી સસ્તી થઈ જશે. 

મિન્ટની એક ખબર અનુસાર, ટેસ્લાએ ભારત સરકાર સાથે નાની બેટરી બનાવવાનો પોતાનો ઈરાદો શેર કર્યો છે. કંપનીએ કહ્યું છે કે તે ચીનમાં આના પર પહેલાથી જ કામ કરી રહી છે.

જો કે, નાની બેટરીની સાથે એક સમસ્યા એ પણ છે કે, તેનાથી બહુ લાંબા અંતર સુધી સફર કરી શકાતો નથી. તેના માટે દેશભરમાં બેટરી ચાર્જિંગ સ્ટેશન ઓપન કરવા પડશે.

ટેસ્લાના મોડલ-3ના બેસ વેરિએન્ટમાં 57.5 કિલોવોટ કલાકની બેટરી લાગી છે. એકવાર ફુલ ચાર્જ થઈ જવા પર આ કાર 435 કિલોમીટર સુધી ચાલી શકે છે.

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

જાણકારી અનુસાર, આ ટેસ્લાની સૌથી સસ્તી કાર છે, જેની કિંમત 40,000 ડોલર છે. જે ભારતીય રૂપિયામાં 33 લાખ થશે.

મિન્ટની એક રિપોર્ટ અનુસાર, જો બેટરીની સાઈઝ ઘટાડી દેવામાં આવે તો ટેસ્લા ભારતમાં 20 લાખ રૂપિયા સુધીની કાર લોન્ચ કરી શકે છે. આ કિંમત પર ભારતમાં ક્રેટા અને SUV 700 જેવી કારો વેચાય છે.

દેશની સૌથી પોપ્યુલર ઈલેક્ટ્રિક કાર ટાટા નેક્સોન 1 કલાકની અંદર 20થી 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે. આટલામાં કાર 200 કિલોમીટરનું અંતર કાપી દે છે. જ્યારે, દાવો કરે છે કે, તેનું ફાસ્ટ ચાર્જિંગ 15 મિનિટમાં 230 કિલોમીટરની રેન્જ આપે છે.

ભારતમાં ટેસ્લાની એન્ટ્રીને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ટેસ્લાના CEO એલોન મસ્ક ગત વર્ષે જૂનમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મળ્યા હતા. ત્યારબાદ ટેસ્લાની ભારતમાં એન્ટ્રી તેજ થઈ ગઈ છે. 

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.