એન્જિનિયરે મોમોઝ વેચી કરી લાખોની કમાણી

શહેરોમાં ખાણી-પીણીની લારીઓ પર મળતી વાનગીઓનો સ્વાદ માણવાનું ચલણ વધારે હોય છે.

હાલ, ગુજરાતમાં દેશી વાનગી સાથે સાઉથ ઈન્ડિયન અને ચાઈનિઝે વાનગીએ પણ પગ પેસારો કર્યો છે. 

આવી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ભરુચના એક મિકેનિકલ એન્જિનિયર યુવાને મોમોઝની લારી શરૂ કરી છે. 

ભરૂચનામાં રહેતા યશ દિનેશભાઈ રાણાએ હિંમતનગરની એક એન્જિનિયરિંગ કોલેજમાં બી. ઇ. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો હતો.

અભ્યાસ બાદ તેણે અંકલેશ્વરની એક ખાનગી કંપનીમાં 2 વર્ષ નોકરી પણ કરી હતી.

જોકે ત્યારબાદ યશને કંઈક અલગ વ્યવસાય કરવાનો વિચાર આવ્યો.

યશને અવલોકન કરતા જાણવા મળ્યું કે, દિલ્હી જેવી મેગા સિટીમાં મોમોઝ સહિતની વાનગી વધુ ચાલે છે.

ભરૂચમાં પણ લોકો મંચુરિયન, નુડલ્સ તથા મોમોઝ જેવી ચાઈનીઝ આઈટમ પણ વધુ પસંદ કરે છે.

આખરે તેણે ભરૂચ શહેરના સિવિલ રોડ ઉપર પુનિત નગરની ટર્નિંગ પાસે શ્રી ખોડિયાર ચાઇનીઝ કોર્નર નામની મોમોઝની લારી શરૂ કરી.

જેમાં તે લોકોને મોમોઝની વિવિધ વેરાયટી લોકોને પીરસે છે. 

જેના કારણે સાંજે લોકો તેની લારી પર લાઈન લગાવીને ઉભા રહી જાય છે. 

સાંજે 6:30 વાગ્યે જેવી તેની લારી શરૂ થાય કે લોકો ઓર્ડર આપવાનું શરૂં કરી દે છે.

યશનું શ્રી ખોડિયાર ચાઇનીઝ કોર્નર સાંજે 6.30 કલાકથી રાત્રિના 10 કલાક સુધી ખુલ્લુ રહે છે. 

જ્યાં મોમોઝની અલગ અલગ વેરાયટી સિવાય ફ્રેન્ચ ફ્રાઈસ, મંચુરીયન, મંચુરીયન રાઈઝમાં પણ જુદી જુદી વેરાયટી મળે છે.

જેની પ્રાઈઝ પણ હોટેલ કરતા ઘણી ઓછી છે.

ઉપરાંત યશ લોકોને સારી ક્વોલિટી સાથે સારી ક્વોન્ટિટી પણ આપે છે. 

જેથી તેને સારી આવક પણ મળી રહે છે. તે લગ્નપ્રસંગ તથા પાર્ટીના ઓર્ડર પણ લે છે. 

આ વ્યવસાયમાં યશને મહિને 3 લાખ રૂપિયાની આવક મળી રહે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો