ફિશ સ્પાથી
શરીરનો થાક થશે દૂર
ઘણા સ્પા માછલી દ્વારા મસાજ અને પેડિક્યોર માટે લોકપ્રિય હોય છે.
અહીં લોકો મોટી ફિશ ટેન્કમાં હાજર ગર્રા રુફા વિદેશી માછલીઓ દ્વારા તેમના પગની માલિશ કરાવે છે.
મોટી સંખ્યામાં લોકો આ પદ્ધતિને પસંદ કરતા હોય છે.
ફીશ સ્પાથી પગમાં હાજર ડેડ સ્કિન અને બેક્ટેરિયા દૂર થાય છે.
માછલીઓ મોં દ્વારા ડંખ મારીને પગના ઝીણા બિંદુઓને માલિશ કરે છે.
શરૂઆતમાં, મસાજ દરમિયાન ઘણી ગલીપચીનો અનુભવ થાય છે.
સાથે જ શરીરનો થાક અને પગના દુખાવાથી પણ રાહત મળે છે.
આ સાથે પગ પણ નરમ અને સુંદર લાગે છે.
10 મિનિટ મસાજ માટે માત્ર 50 રૂપિયા અને 20 મિનિટ માટે 100 રૂપિયા લેવામાં આવે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...