સામાન્ય રીતે, રોકાણ શબ્દ સાંભળીને એવું લાગે છે કે તમને લાખો રૂપિયા ખર્ચ કરવા માટે કહેવામાં આવી રહ્યુ છે

પરંતુ તમે 500 રૂપિયાથી પણ રોકાણ શરૂ કરી શકો છો

નાણાકીય નિયમ કહે છે કે દરેક વ્યક્તિએ તેની આવકનો ઓછામાં ઓછો 20 ટકા બચાવીને દરેક પરિસ્થિતિમાં તેનું રોકાણ કરવું જોઈએ

પરંતુ જે લોકોની આવક ઓછી હોય છે, સામાન્ય રીતે તે તેવુ વિચારે છે કે આટલા ઓછા પગારમાં આપણે શું રોકાણ કરીએ

MORE  NEWS...

દિવાળી મુહૂર્ત ટ્રેડિંગમાં આ 7 શેર પહેલા જ મોકે ઉપાડી લો, રુપિયાનો ઢગલો થશે,

CNGમાં ઓટોમેટિક કાર્સ કેમ નથી હોતી? 

શું હોય છે મુહૂર્ત ટ્રેડિંગ અને શા માટે તમારે ખાસ કરવું જોઈએ? આ વખતે કઈ તારીખે-કેટલા વાગે છે સેશન?

જો તમે નાની રકમનું રોકાણ કરો તો પણ તમે વધારે માં વધારે કેટલી રકમ ઉમેરી શકશો

જો તમે દર મહિને ₹20,000 પણ કમાતા હોવ તો પણ 20 ટકાના નિયમ પ્રમાણે તમે દર મહિને ₹4,000 સુધીની બચત કરી શકો છો અને ₹1 કરોડથી વધુ રકમ પણ ઉમેરી શકો છો

₹20,000 ના પગારમાં ₹4,000 બચાવવા માટે તમારે તમારા ખર્ચમાં ઘટાડો કરવો પડશે, પરંતુ આનાથી તમે સરળતાથી તમારું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. જાણો કેવી રીતે

જો કે આજકાલ રોકાણના ઘણા વિકલ્પો છે, પરંતુ SIP ને રોકાણનું ખુબ સારું માધ્યમ માનવામાં આવે છે

SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં SIPમાં સરેરાશ 12 ટકા સુધીનું વળતર જોવા મળ્યું છે

SIP માં ચક્રવૃદ્ધિ વ્યાજના લાભનો ફાયદો મળે છે. જો લાંબા સમય સુધી SIP માં રોકાણ કરવામાં આવે તો સારો નફો મેળવી શકાય છે.

જો તમે લગભગ 30 વર્ષ સુધી SIP માં દર મહિને ₹4,000નું રોકાણ કરો છો

તો 30 વર્ષમાં તમે કુલ ₹14,40,000 નું રોકાણ કરશો અને 12 ટકાના દરે તમને ₹1,26,79,655 વ્યાજ તરીકે મળશે.

આ રીતે, રોકાણ કરેલી રકમ અને વ્યાજ સહિત, તમને પાકતી મુદત પર કુલ ₹1,41,19,655 મળશે

MORE  NEWS...

વિદેશમાં વસવું છે? '27 લાખ રુપિયા લઈ લો અને અહીં વસી જાવ'

9 શેર કરશે રુપિયાના ઢગલા, બ્રોકરેજ ફર્મ એક્સિસ સિક્યોરિટીએ આપ્યું દિવાળી સ્પેશિયલ સ્ટોક્સનું લિસ્ટ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.