400ની પાર જવાનો છે આ ટાટા સ્ટોક

ટાટા પાવરે હાલમાં જ પોતાના ક્વાટર પરિણામો જાહેર કર્યા છે. ટાટા પાવરે નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાટરમાં રેવન્યૂમાં સામાન્ય વધારો નોંધાવ્યો છે. 

શેરબજારના એક્સપર્ટનું કહેવું છે કે, ટાટા પાવરમાં નાણાકીય સ્થિતિ મજબૂત જોવા મળી રહી છે. તેનું EBITDA પણ ઘણી સારી સ્થિતિમાં છે. 

ટાટા પાવરે નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાટર માટે 1,076.12 કરોડ રૂપિયાનો કન્સોલિડેટેડ નફો નોંધાવ્યો છે, જે ગત વર્ષ 1052.14 કરોડ રૂપિયાની તુલનામાં 2 ટકાનો વધારો દર્શાવે છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ટાટા પાવર તેના કારોબારમાં સારી સ્થિતિ રાખવામાં સફળ થયું છે. વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રમાં ટાટા પાવરની ઓર્ડર બુક વધારે મજબૂત થઈ છે. એવામાં રોકાણકારોના મનમાં સવાલ છે કે, શું ટાટા પાવરના શેરમાં ખરીદી કરવી જોઈએ કે નહીં?

 ટાટાપાવરના શેર પર સલાહ આપતા આનંદ રાઠીના સીનિયર મેનેજર- ટેક્નિકલ રિસર્ચ, ગણેશ ડોંગરેએ કહ્યું કે, ટાટા પાવરના શેર 330રૂપિયાથી 440 રૂપિયા પ્રતિ શેરના સર્કલમાં છે.

શેરને 360 પર તત્કાલ સપોર્ટ છે. એટલા માટે મારી સલાહ છે કે, ટાટા પાવરના શેરધારકોને શેરને હોલ્ડ કરવો પડશે અને જો શેર લગભગ 360થી 370 રૂપિયા પ્રતિ શેરના સર્કલમાં આવે છે, તો આમાં હોલ્ડ કરવું પડશે. 

નવા રોકાણકારો માટે ગણેશ ડોંગરેએ કહ્યું કે, ‘નવા રોકાણકારો 330 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર સ્ટોપલોસ રાખતા ટાટા પાવરને 360થી 370 રૂપિયાના સ્તર પર ખરીદી શકે છે. સ્ટોપલોસ પાછો ઉછળી શકે છે અને શોર્ટ ટર્મમાં 420-440 રૂપિયાના સ્તરને સ્પર્સ કરી શકે છે.’

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.