7 પાસ ખેડૂતની કોઠાસૂઝ

અમરેલી જિલ્લાના મોટાભાગના યુવાનો હીરા ઘસવાનું કામ કરે છે.

32 વર્ષના સાવરકુંડલાના નવા ગામનાં લાખાભાઈ ઢગલે ખેતી શરુ કરી છે.

7 ધોરણ ભણેલા લાખાભાઈ પહેલાં હીરા ઘસવાનું કામ કરતા હતાં.

મંદી-તેજીથી કંટાળી તેમણે હીરા ઘસવાનું મુકીને ખેતી કરવાનું શરુ કર્યુ.

2017થી તેમણે 35 વીઘા જમીનમાંથી છ વીઘામાં નર્સરી તૈયાર કરી છે.

ગત વર્ષે તેમમે 40 હજાર આંબાની કલમ તૈયાર કરીને વેચાણ કરી હતી. 

તેમણે ફૂટ ઉપર કલમના ભાવ નક્કી કર્યા છે. જેમાંથી ગત વર્ષે તેમણે 40 લાખની કમાણી કરી હતી. 

આ વર્ષે પણ ખેડૂત દ્વારા 1 લાખ કલમ તૈયાર કરવામાં આવી છે.

ફક્ત 7 પાસ હોવા છતાં તેઓ પોતાની કોઠાસૂઝથી વર્ષે લાખો કમાઈ રહ્યા છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો