એક આઈડિયાએ બદલી દીધી ખેડૂતની કિસ્મત!

ખેતીને લોકો હંમેશા નુકસાનીવાળો ધંધો માને છે. 

બિહારના બેગુસરાયમાં રહેનારા ખેડૂત પ્રભુ પપૈયા અને લીલા શાકભાજીની ખેતી કરીને કમાણી કરી રહ્યા છે.

હાલ, પ્રભુની ઓળખ બેગૂસરાય જિલ્લામાં એવા પ્રગતિશીલ ખેડૂતના રુપે થઈ રહી છે. 

છેલ્લા 5 વર્ષોથી તેઓ લીલા શાકભાજી અને પપૈયાની ખેતી કરી રહ્યા છે. 

ખેડૂત 10 વીઘામાં પપૈયા અને 10 વીઘામાં ભીંડા અને રીંગણ જેવી લીલી શાકભાજીની ખેતી કરી રહ્યા છે.

ફળ અને શાકભાજીની ખેતીમાં બીજ ખરીદવાથી લઈને ફળ આવવા સુધી 40 હજારનો ખર્ચ થાય છે. 

બજારમાં પપૈયા વેચીને તેઓ વાર્ષીક 1.50 લાખની કમાણી કરી રહ્યા છે.

ખેડૂતે કેળાની સાથે લીલી શાકભાજી વાવીને બે લાખથી વધુની કમાણી કરી છે. 

લીલી શાકભાજી વાવ્યાના બે મહિના બાદ 30 થી 40 હજાર સુધીની કમાણી કરી રહ્યા છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો