મશરૂમની ખેતી કરી દેશે માલામાલ, આ મહિલા ખેડૂત કમાય છે મહિને 4 લાખ

બનાસકાંઠામાં જેથી ગામના મહિલા ખેડૂત મિત્તલબેન હાલ મશરૂમની ખેતી કરી રહ્યા છે. 

આજથી 5 વર્ષ પહેલાં તેમના સસરાના મદદથી તેઓએ આ મશરૂમની ખેતી કરવાનું શરૂ કર્યું હતું. 

ખેતરમાં એક ઝૂંપડી બનાવીને, તેમાં તેઓ મશરૂમનું ઉત્પાદન કરતા શીખ્યા હતા.

ત્યારબાદ ખેડૂતે મોટાપાયે હાઇટેક ટેક્નોલોજીની મદદથી 80 લાખ રૂપિયાના ખર્ચે મશરૂમની ખેતીની શરૂઆત કરી હતી.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ખેડૂત મિત્તલબેને મશરૂમની ખેતી માટે 3 રૂમ બનાવ્યા છે, જેમાં 16 ડિગ્રી તાપમાન હોય, તો જ મશરૂમનું ઉત્પાદન થાય છે. 

ભેજવાળું વાતાવરણ મશરૂમની ખેતી માટે વધુ અનુકૂળ થાય છે.

ખેડૂત મિત્તલબેન મશરૂમની ખેતીમાં દર મહિને 3,500થી 4,000 કિલો સુધીનું ઉત્પાદન મેળવે છે.

મશરૂમના વેચાણ દ્વારા ખેડૂત દર મહિને 3થી 4 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે.

અત્યારે તેઓ ઓરિસ્સા, રાજસ્થાન તેમજ ગુજરાતના દરેક ખૂણે મશરૂમનો નિકાસ કરે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા