ખારેકે ખેડૂતને કર્યો માલામાલ!
ઉનાળામાં જેમ તરબૂચ અને શક્કરટેટી નજરે પડે છે તેવી રીતે ચોમાસામાં ખારેક જોવા મળે છે.
ગુજરાતના ખેડૂતો વિવિઘ તાલીમ અને માહિતી મેળવ્યા બાદ ખારેકની ખેતી તરફ વળ્યાં છે.
ખેડૂતને પ્રાકૃતિક ખેતીના લીધે ખારેકનાં ઉત્પાદનમાં પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે.
જામનગરનાં ખેડૂત અશોકભાઈ છેલ્લા 14 વર્ષથી ખારેકની ખેતી કરી રહ્યા છે.
અશોકભાઈ જાતે જ પોતાના સ્ટોલ પર 100 રુપિયા કિલોના ભાવે આ ખારેક વેચે છે.
તેઓ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક રીતે જ ખારેકની ખેતી કરી રહ્યા છે.
અશોકભાઈએ હળવદના મયુરનગર ગામમાં ખેતરમાં ખારેકની ખેતી કરી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન વધુ થાય છે અને ખારેકની ગુણવત્તા પણ સારી જોવા મળે છે.
આ વર્ષે અશોકભાઈએ 24 વીઘા જમીનમાં ખારેકની ખેતી કરી છે.
જેમાં 400થી વધુ ખારેકના ઝાડ છે, જેમાં 50 ટનથી વધુ ખારેકનું ઉત્પાદન થયું હતું.
જામનગરમાં અશોકભાઈના ખારેક વેચવાના 4 સ્ટોલ છે.
જ્યાં એકદમ શુદ્ધ અને પ્રાકૃતિક રીતે ઉગાડેલ ખારેક લોકોને સીધી વેચવામાં આવે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...