પાણીની સમસ્યા વચ્ચે આ ખેડૂતને કાકડીની ખેતીમાં મળી સફળતા, મેળવે છે લાખોની આવક

બનાસકાંઠામાં  ધાનેરા તાલુકાના રાજોડા ગામમાં રહેતા ખેડૂત માનસુંગભાઈ પટેલ પાસે કુલ 40 વિઘા જમીન છે. 

છેલ્લા ઘણા સમયથી પાણીના તળ ઊંડા જવાના કારણે આ વિસ્તારના ખેડૂતો ચોમાસા આધારિત ખેતી કરવા લાગ્યા હતા. 

ત્યારે ખેડૂતે પોતાના પોણા વિઘા જમીનમાં  ખીરા કાકડીની ખેતી કરી છે.

આ ખીરા કાકડીની ખેતીમાં ખર્ચ ઓછો સાથસાથે પાણીનો પણ બચાવ થાય છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ખેડૂતે નેટ હાઉસમાં ખીરા કાકડીનું વાવેતર કર્યું છે.

ખેડૂતે  પોણા વિઘામાં પોણા 4 લાખના ખર્ચે નેટ હાઉસ તૈયાર કર્યું હતું, જેમાં મલચિંગ અને ટપક પદ્વતિથી 24 ઈંચના ગાળામાં કુલ 4 હજાર ખીરા કાકડીના રોપા વાવ્યા હતા.

મહત્વનું છે કે,4 મહિનામાં આ પ્રગતિશિલ ખેડૂતે 50 ટન જેટલું ઉત્પાદન મેળવ્યું છે.

અત્યાર સુધીમાં ખેડૂત માનસુંગભાઈએ  8 લાખ રૂપિયાની આવક મેળવી છે અને હજુ પણ ઉત્પાદન ચાલુ છે.

આ સાથે ખેડૂત માનસુંગભાઈ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થયા છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા