અંગ્રેજોના જમાનાની ખેતીઃ 3-4 મહિનામાં થશે 2 લાખની કમાણી

ભારતમાં ઈન્ડિગોની ખેતી ઘણા વર્ષો પહેલા શરૂ થઈ ચૂકી છે. 

ઈન્ડિગોની ખેતીની સાથે એક સમસ્યા હતી કે, સતત તેની ખેતી કરવા પર જમીન બંજર થઈ જતી હતી. 

અંગ્રેજો પણ આ કારણથી તેમના દેશને છોડીને ભારતમાં ખેડૂતો પાસે જબરદસ્તી ઈન્ડિગોની ખેતી કરાવતા હતા, કારણ કે અહીંની જમીન ઘણી ઉપજાઉ હતી.

MORE  NEWS...

FD પર સુપરથી પણ ઉપરનું વ્યાજ આપી રહી છે આ બેંક

આ બેંકમાં એકાઉન્ટવાળાના હાથમાં માત્ર 20 જ દિવસ, આ કામ ન પતાવ્યું તો..

મફતમાં શેર વહેંચી રહી છે અમિતાભ બચ્ચનની કંપની, લાભ લેવો હોય તો જલ્દીથી કરી દો રોકાણ

ઈતિહાસના પાના પર નજર કરીએ તો, ઈન્ડિગોની ખેતી કરનારા ખેડૂતોને બ્રિટિશ સરકાર લોન આપતી હતી, જેની લાલચમાં આવીને ખેડૂતો ઈન્ડિગોની ખેતી કરવાનું શરૂ કરી દેતા હતા.

તેના ઉપર, અંગ્રેજો અને જમીનદારોએ પણ ભારતીય ખેડૂતો પાસેથી નકામા ભાવે નીલ ખરીદી હતી, જેના બદલામાં ખેડૂતોને બજાર કિંમતના માત્ર 2.5% જ મળ્યા હતા. 

 એવું કહેવામાં આવે છે કે, ઈન્ડિગોની ખેતી કરવા પર વધારે માત્રમાં પાણીની સિંચાઈ કરવાની આવશ્યકતા હોય છે.

પહેલાના સમયમાં સતત ઈન્ડિગોની ખેતી કરવા પર પર જમીન બંજર થઈ જતી હતી, પરંતુ આજના સમયમાં આધુનિક તકનીકો આવવાના કારણે આ ખેતી નફાનો સોદો સાબિત થઈ રહી છે.

ખેડૂતો પોતે આગળ આવીને પ્રાકૃતિક ઈન્ડિગો ઉગાડી રહ્યા છે અને તેની પ્રોસેસિંગ કરીને બજારોમાં વેચી રહ્યા છે. 

એક્સપર્ટ જણાવે છે કે, ઈન્ડિગોની ખેતી માટે ચોમાસાની ઋતુ એટલે કે ખરીફ ઋતુ શ્રેષ્ઠ છે.

વરસાદના પાણીમાં છોડ સારી રીતે ઉગે છે. તેમજ, સહેજ ગરમ અને હળવા આબોહવામાં ગળીનું ખૂબ સારું ઉત્પાદન મેળવી શકાય છે.

જે પ્રકારે ભારતમાં અન્ય રોકડિયા પાકોને ઉગાડવા માટે ખેતર તૈયાર કરવામાં આવે છે. તે પ્રકારે ઈન્ડિગોની ખેતી કરવા માટે પહેલા જમીનની તપાસ અનિવાર્ય છે. 

તેની ખેતી માટે સૌ પ્રથમ ખેતરમાં ઊંડુ ખેડાણ કરીને તેમાં ગાયના છાણનું ખાતર ઉમેરવામાં આવે છે અને રોટાવેટર વડે ફરી એકવાર ખેડાણ કરવામાં આવે છે. પછી ખેતરને પાણીથી ઢાંકીને અંતે તેને સમતળ કરવામાં આવે છે. ડ્રિલ પદ્ધતિથી ઈન્ડિગોના છોડને રોપવું ફાયદાકારક છે.

તેના છોડને 1થી 1.5 ફૂટના અંતરે રોપવામાં આવે છે. એપ્રિલ મહિનામાં ઈન્ડિગોના છોડની વાવણી કરવામાં આવે છે. 

આજે ઈન્ડિગોની ખેતી બિહાર, બંગાળ, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં કરવામાં આવી રહી છે. તેના છોડ 2થી 3 મીટર સુધી પહોંચે છે, જેમાંથી જાંબલી અને ગુલાબી રંગના ફૂલો ઉત્પન્ન થાય છે.

એક અંદાજ પ્રમાણે, 1 એકર જમીનમાં ઈન્ડિગોની ખેતીથી 7 ક્વિન્ટર સૂકા પત્તાઓનું પ્રોડક્શન મળે છે, જે બજારમાં 50થી 60 કિલોના ભાવે વેચાય છે. આમ, 1 એકરમાં ઈન્ડિગોની ખેતી કરીને ખેડૂતો 35,000થી 40,000 સુધી નફો કમાઈ શકે છે.

MORE  NEWS...

લાઈન લાગી છે લાઈન! એકસાથે 28 IPO આવી રહ્યા છે મેદાનમાં

વર્લ્ડ કપના કારણે આ શેર બનશે રૂપિયા છાપવાનું મશીન, એક્સપર્ટે કહ્યું- 140ની પાર જશે ભાવ

IPOએ કર્યા માલામાલ, હવે કંપની રોકાણકારોને આપશે 17 બોનસ શેર

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.