આ રીત અપનાવશો તો ખેતરમાં મગફળી પીળી નહીં પડે
હાલમાં જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડ્યો છે.
ભારે વરસાદથી ખેડૂતોને પોતાનો પાક બગડે તેવી પણ દહેશત વ્યક્ત થઈ રહી છે.
હાલમાં જિલ્લામાં મોટાભાગે મગફળીનું વાવેતર થયું છે.
ત્યારે ભારે વરસાદથી મગફળીનો પાક પીળો થઈ જતો હોય છે.
ખેતરમાં ભારે વરસાદ બંધ થયાં અને પાણી ઓસરી ગયા બાદ ખેડૂતોએ એક પંપમાં હીરાકસી અને લીંબુના ફૂલ મિક્સ કરવાં.
જેમાં હીરાકસીનું પ્રમાણ 100 gm અને લીંબુના ફૂલનું પ્રમાણ 10 ગ્રામ રાખવાનું રહે છે.
પંપમાં આ મિશ્રણ કરી અને તેને મગફળીના પાકમાં છંટકાવ કરવાનો રહે છે.
મગફળીના મૂળમાં રાઈઝોબીયમની ગાંઠ બંધાવાની બંધ થઈ જવી એ તેના પીળા પડવાનું મુખ્ય કારણ છે.
ભારે વરસાદને પગલે આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે.
આ બંધ થઈ ગયેલી પ્રક્રિયાને દેશી ભાષામાં વનસ્પતિનું રસોડું બંધ થઈ ગયું તેવું પણ કહી શકાય છે.
જેથી તેને ફરીથી પાકને સારો કરવા માટે અને પીળાશ અટકાવવા માટે દવાનો છંટકાવ કરી આ પ્રક્રિયા ફરી શરૂ કરવી જરૂરી બને છે.
જો થોડું મોડું વાવેતર કરવામાં આવે તો પણ ખેડૂતોને પાકમાં ફાયદો થઈ શકે છે.
કારણ કે પાછોતરા વરસાદથી વધુ પડતું નુકસાન મગફળીના પાકને થતું નથી.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...