નજર સામે જ બનેલી ગરમા-ગરમ વેફર્સથી કરો શ્રાવણની ફરાળ

હિંદુ ધર્મમાં શ્રાવણ માસ તેમજ અધિક માસને અતિ પવિત્ર મહિનાઓ માનવામાં આવે છે.

આ મહિનાઓમાં ઉપવાસ કરવાનું મહાત્મ્ય ખૂબ મોટું છે. 

આજના સમયમાં ઉપવાસમાં ખવાય તેવી અનેક ફરાળી વસ્તુઓ જેવી કે, ફરાળી ચેવડો, બટાકાની વેફર, કેળાની વેફર અને સાબુદાણાની પાપડી વગેરે ઉપલબ્ધ છે.

ઉપવાસ કરતા લોકોને ધ્યાને રાખીને યુવાને શ્રાવણ માસમાં લોકોને લાઇવ વેફર્સ મળી રહે તે માટે, દુકાન શરૂ કરી છે.

અંકલેશ્વર GIDCની જલધારા ચોકડી પાસે રહેતા દિન દયાલ પાસવાને આ શિવ લાઇવ વેફર્સ નામે દુકાન શરૂ કરી છે.

આ સ્થળે એક મહિલા સહિત 3 કારીગરો કાર્યરત છે.

છેલ્લા ઘણા સમયથી લાઇવ વેફર્સની માંગ વધી છે, તેથી દિનદયાલભાઈ અન્ય સ્થળેથી કાચા કેળા વેચાણથી લાવીને દુકાન ખાતે તાજી અને લાઇવ વેફર્સ બનાવે છે. 

અહીં દુકાન ખાતે શ્રાવણ માસમાં વધારે ભીડ લાગે છે. લોકો લાઇવ વેફર્સને વધુ પસંદ કરી રહ્યા છે.

આ વેફર્સને કિલોદીઠ 280 રૂપિયના ભાવે વેચાણ કરવામાં આવે છે. 

જ્યારે સાબુ દાણાની વિવિધ વસ્તુઓ અને તીખા મીઠાનો ચેવડાનો ભાવ પણ એ જ હોય છે.

આ દુકાન ખાતે અંકલેશ્વર, GIDC, કાપોદ્રા, કોસમડી, ભડકોદ્રા, ગોપાલનગર, વાલિયા, કોંઢ સહિતના લોકો તાજી વેફર્સની ખરીદી કરવા આવતા હોય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો