ફ્લાઈટથી અમેરિકા, કેનેડા અને યૂરોપ જતા લોકોને હવે પડી શકે આ મુશ્કેલી

જો તમે આવનારા દિવસોમાં અમેરિકા, કેનેડા કે યુરોપ જવાનું વિચારી રહ્યા છો તો તમારો ખર્ચ વધી શકે છે. 

એર ઈન્ડિયા, વિસ્તારા અને ઈન્ડિગો જેવી મોટી ભારતીય એરલાઈન્સ કંપનીઓના એરક્રાફ્ટ ઈરાનની એરસ્પેસ ટાળીને મધ્ય પૂર્વ અને અરબી દ્વીપકલ્પ પર ઉડાન ભરી રહ્યા છે. 

રૂટમાં ફેરફારને કારણે તેમને વધુ ઇંધણની જરૂર પડી રહી છે. ઈંધણની કિંમતમાં વધારાને કારણે કંપનીઓ પર દબાણ વધ્યું છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહેશે તો આગામી દિવસોમાં અમેરિકા અને યુરોપ જતા મુસાફરોને વધુ ભાડું ચૂકવવું પડી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી અને મુંબઈથી લંડન, પેરિસ, ફ્રેન્કફર્ટ અને ન્યૂયોર્ક જેવા શહેરોની ફ્લાઈટમાં 15 થી 45 મિનિટનો વધુ સમય લાગી રહ્યો છે.

ટાટા ગ્રૂપની એરલાઈન વિસ્તારાનું કહેવું છે કે તેના વિમાનો ઈમરજન્સી એર રૂટનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે ફ્લાઈટ્સનો આવવાનો સમય વધી ગયો છે અને ફ્લાઈટ્સ મોડી પડી રહી છે. 

અધિકારીઓનું કહેવું છે કે ભારતથી અમેરિકા, કેનેડા, યુરોપ અને મધ્ય પૂર્વના દેશોના હવાઈ ભાડામાં વધારો થઈ શકે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.