દિવાળી-ધનતેરસ પર ફ્રીમાં મળી રહ્યો છે ‘સોનાનો સિક્કો!’

ધનતેરસના દિવસે સોનું, ચાંદી અને હીરા સહિત અનેક કિંમતી વસ્તુઓ ખરીદવાનો રિવાજ છે. 

આ જ કારણ છે કે તનિષ્ક અને કલ્યાણ જ્વેલર્સ સહિતની ઘણી મોટી બ્રાન્ડ્સ રોશનીના આ તહેવાર પર તેમના ગ્રાહકોની ખુશી વધારવા માટે સોના અને હીરાના ઘરેણાં પર વિશેષ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

જો તમે પણ ધનતેરસના શુભ અવસર પર સોના અને હીરાની જ્વેલરી ખરીદવા માટે સારી ઑફર્સ શોધી રહ્યા છો, તો જાણો આ પાંચ બ્રાન્ડ તમારા માટે કઈ ખાસ ડિસ્કાઉન્ટ ઑફર લઈને આવી છે.

MORE  NEWS...

આ કંપનીએ 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપવાની કરી જાહેરાત, દિવાળી પહેલા રેકોર્ડ ડેટ

આ ભાઈએ તો કંઈક અલગ જ વિચાર્યું! ગાય-ભેંસની જગ્યાએ વીંછી પાળીને 28 વર્ષની ઉંમરે બની ગયો કરોડપતિ

રોકેટની સ્પીડથી તૈયાર થઈ જાય છે આ પાક, ખેતી કરો તો 15થી 20 દિવસમાં જ 30,000 રૂપિયા છાપી મારશો

Tanishq- ધનતેરસના ખાસ અવસર પર, તનિષ્ક સોના અને હીરાની જ્વેલરીના મેકિંગ ચાર્જ પર 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ બ્રાન્ડ જૂના સોના પર 100 ટકા વિનિમય મૂલ્ય પણ ઓફર કરી રહી છે.

Tanishq-  SBI કાર્ડ દ્વારા 80,000 રૂપિયાના ન્યૂનતમ ટ્રાન્ઝેક્શન પર 4,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે.

Malabar Gold & Diamonds- મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ તેના ગ્રાહકોને રૂ. 30,000ની કિંમતના સોનાના દાગીનાની ખરીદી પર 100 મિલિગ્રામનો સોનાનો સિક્કો મફત આપી રહી છે.

Malabar Gold & Diamonds- આ સિવાય SBI કાર્ડ દ્વારા ઓછામાં ઓછા 25,000 રૂપિયાના વ્યવહારો પર 5 ટકા કેશબેક મળે છે.

કલ્યાણ જ્વેલર્સ- કલ્યાણ જ્વેલર્સ કેન્ડેર ડાયમંડ સ્ટોનની કિંમતો પર 20 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. આ સિવાય તમામ મોટી બેંકોના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર 3 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે.

જોયલુક્કાસ- ધનતેરસના ખાસ અવસર પર તેના ગ્રાહકોને વિશેષ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં જોયાલુક્કાસ પણ પાછળ નથી. તે પોતાના ગ્રાહકોને હીરાની ખરીદી પર 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Carat Lane- ધનતેરસની વિશેષ ઓફરમાં, કેરેટ લેન તેના ગ્રાહકોને રૂ. 4,000 કે તેથી વધુ કિંમતના હીરાની ખરીદી પર 25 ટકાનું ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

આ ઓફર્સ 12મી નવેમ્બર એટલે કે દિવાળીના દિવસ સુધી પણ માન્ય રહેશે.

MORE  NEWS...

બિઝનેસ તો આવો જ કરાય! મંદીનું નામ-નિશાન નહીં; આવતી દિવાળી સુધી તો લાખોના માલિક બની જશો

ભારત કરતા દુબઈથી સોનું ખરીદો તો કેટલા રૂપિયા બચે? જો તમારે ટેક્સ ફ્રી સોનું લાવવું હોય તો જાણી લેજો આ નિયમ

એક્સપર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ! હવે ભાગશે આ ડિફેન્સ સ્ટોક; સડસડાટ 3,000ની પાર જઈને જ વાગશે બ્રેક

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.