...અહીં સ્મશાન વિધી માટે મળશે મફત લાકડાં

બિપોરજોય વાવાઝોડાના કારણે કચ્છના પર્યાવરણને ખૂબ મોટું નુક્સાન પહોંચ્યું હતું.

જિલ્લાભરમાં હજારો ઝાડ જડમૂળથી ઉખડી ધરાશાયી થયા હતાં.

ધરાશાયી થઈને પડેલા આ ઝાડ લોકો માટે મોટી સમસ્યા બન્યા હતાં.

આ નુકસાનીને લાભમાં બદલવા કચ્છના સેવાભાવી લોકોએ એક અનોખો રસ્તો શોધી કાઢ્યો છે.

ભુજના ભૂતનાથ મહાદેવ સેવા સંસ્થાનની ખિસકોલી સેનાએ ઠેર ઠેર ધરાશાયી થયેલા વૃક્ષોને ઉપાડી લીધા હતાં.

આ તમામ લાકડાંને ભૂતનાથ મહાદેવ મંદિર પાસે આવેલા સાર્વજનિક સ્મશાનમાં મૂક્યા હતા. 

વાવાઝોડા બાદ 10 દિવસમાં જ આ ખિસકોલી સેનાએ બે વર્ષ સુધી ચાલે તેટલા પ્રમાણમાં લાકડા જમા કરી લીધા છે. 

હવે વાવાઝોડાના કારણે ધરાશાયી થયેલા વૃક્ષોથી સ્મશાનમાં ચિતાના અંતિમસંસ્કાર થશે.

બિપોરજોય વાવાઝોડાના કારણે કચ્છભરમાં કુલ 4585 વૃક્ષો ધરાશયી થયા હતા. 

વાવાઝોડા બાદ વન વિભાગ અને અન્ય વિભાગો દ્વારા તો રસ્તા પર પડેલા આ બધા ઝાળની કટીંગ કરી તેને દૂર કરવામાં આવ્યા હતાં.

જે રીતે રામાયણમાં રામસેતુ બાંધવા સમયે વાનર સેના ઉપરાંત ખિસકોલીઓ દ્વારા પણ પોતાની ક્ષમતા મુજબ શ્રમદાન કરી પુલ બનાવવામાં આવ્યો હતો.

તે જ પ્રેરણાથી ભૂતનાથ સેવા સંસ્થાના કાર્યકરોની ખિસકોલી સેના દ્વારા વાવાઝોડા જેવી મોટી કુદરતી આફતમાં પોતાથી બનતી સેવા પૂરી પાડવામાં આવી હતી.

દસ દિવસમાં ખિસકોલી સેના દ્વારા લગભગ 30 ટ્રેકટર ભરીને લાકડું ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્મશાને એકત્ર કર્યું હતું.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો