અમદાવાદના જય-વીરુ!
સાથે શરુ કર્યો બિઝનેસ, ટર્નઓવર જાણીને ચોંકી જશો
મિત્રો આપણાં સુધ-દુઃખના સાથી હોય છે. પરંતુ અમદાવાદના આ મિત્રની જોડીએ સાબિત કર્યુ કે, તે પ્રગતિામાં પણ સાથીદાર હોય છે.
અમદાવાદના નીરવ જોશી અને પ્રિન્સ પટેલ આશરે 7-8 વર્ષોથી મિત્રો છે.
બંનેની મિત્રતાની શરુઆત નેટવર્ક માર્કેટિંગ કંપની ખાતે થઈ હતી.
બંને એક જ સ્થળે નોકરી કરતા હતાં, સાથે નોકરી કરતા અને મિત્રતા વધારે ગાઢ થઈ હતી.
આ બંને મિત્રોએ સાથે બિઝનેસ કરવાનું નક્કી કર્યું.
નીરવ જોશી અને પ્રિન્સ પટેલ શરૂઆતમાં નાના-મોટાં ડેકોરેશન કરતા હતા.
ત્યારબાદ, અન્ય મિત્રોના સૂચનથી તેઓએ કોરોનાકાળ બાદ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની શરૂ કરી હતી.
આ કંપનીનું નામ અમેઝિન ઇવેન્ટ મેનેજમેન્ટ રાખ્યું હતું.
3 વર્ષ પહેલાં તેમણે આ કંપનીની શરુઆત કરી અને આજે લાખોનું ટર્નઓવર પ્રાપ્ત કરે છે.
ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં પ્રિન્સ તમામ પ્રોડક્શન કાર્યની દેખરેખ રાખે છે અને નીરવ તમામ મીટિંગ્સ અને માર્કેટિંગનું સંચાલન કરે છે.
તેઓએ અત્યારસુધી કોઈ દિવસ મતભેદ અથવા તો તકરારનો સામનો કર્યો નથી.
તેઓ વિશ્વાસપૂર્વક દાવો કરે છે કે, ભવિષ્યમાં પણ આ રીતે તેમની દોસ્તી અકબંધ રહેશે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...