ભાંગીને ભૂકો કરી નાંખો! જો ગુસ્સો આવતો હોય તો પહોંચી જાવ અહીં

આપણાં જીવનમાં નાના-મોટા ઉતાર-ચઢાવ આવતા હોય છે. 

જેના કારણે ઘણી વખત આપણે ખુબ ખૂશ તો ઘણીવાર દુઃખી થઈ જઈએ છીએ.

પરંતુ, આપણે આપણાં ગુસ્સાને ખુશીની જેમ વ્યક્ત નથી કરી શકતાં. 

તે વખત આપણે ગુસ્સાને અંદર દબાવીને રાખીએ છીએ. જે ઘણીવાર ડિપ્રેશનનું કારણ પણ બની શકે છે. 

પરંતુ, હવે તમારે ગુસ્સાને દબાવીને નહીં રાખવો પડે. કારણકે રાજકોટમાં ફ્રસ્ટ્રેશન રીમુવ રુમ શરુ કરવામાં આવ્યો છે.

જ્યાં તમે પોતાનો ગુસ્સો મનફાવે તે રીતે ઉતારી શકો છો.

ફ્રસ્ટ્રેશન રીમુવ રૂમ શરૂ કરનાર ખુશી સોનીએ કહ્યું કે અમારે કંઈક નવું કરવું હતું.

જેથી અમે વિચારતા હતા કે શું કરવું? વિચારતા વિચારતા અમે પોતે ચિંતામાં આવી જતા. 

જેથી આ વાત પરથી અમને આઈડિયા આવ્યો કે કેમ આપણે ફ્રસ્ટ્રેશન રીમુવ રૂમ શરૂ ન કરીએ.

આ વિચાર આવતા જ તેમને રાજકોટમાં ફ્રસ્ટ્રેશન રીમુવ રૂમ કર્યો જે લોકો પોતાનો ગુસ્સો આવીને ઠાલવી શકે છે.

રાજકોટના નાના મૌવા રોડ પરના ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પાસે આવેલો આ ફ્રસ્ટ્રેશન રીમુવ રૂમના દ્વાર ગુસ્સો ઠાલવવા ઈચ્છતા દરેકજણ માટે ખુલ્લા છે.

જે અંગે ખુશીએ જણાવ્યું હતું કે, આ રૂમમાં 65 વર્ષના લોકો પણ આવે છે અને ટીનેજ પણ આવે છે.

પત્ની સાથે ઝઘડો થયો હોય તેવા લોકો પણ આવે છે અને પ્રેમમાં દગો મળ્યો હોય તેવા લોકો પણ આવે છે. 

ખુશીએ અહીંયાના ભાવ વિશે વાત કરતા તેમને કહ્યું કે અમે નોર્મલ ચાર્જ રાખ્યો છે. 

અહીંયા 199 રૂપિયા ચાર્જ રાખ્યો છે. જેમાં તે 3 મિનિટ સુધી પોતાનો ગુસ્સો આ રૂમમાં ઠાલવી શકે છે.

ખુશીનું કહેવુ છે કે આપણે ઘરમાં તોડફોડ કરીને આપણો ગુસ્સો ઠાલવી શકતા નથી. 

જેથી અમે અહિંયા એવી રીતે આખો રૂમ ડિઝાઈન કર્યો છે કે તે તેનો ગુસ્સો અહિંયા ઠાલવી શકે.

લોકોની સેફ્ટી માટે કોસ્ચ્યુમ અને હેલ્મેટની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે જેથી કોઈને ઈજા કે નુકસાન ન થાય. 

આ સાથે જ અહિંયા જે પણ લોકો આ ફ્રસ્ટ્રેશન રિમુવ રૂમમાં આવે છે, તેને પહેલાં એક એગ્રીમેન્ટ સાઈન કરાવવામાં આવે છે. 

જેમાં કહેવામાં આવે છે કે ગુસ્સો ઠાલવતી વખતે જો કોઈ ઈજા થાય તો જવાબદારી પોતાની રહેશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો